જૂનાગઢમાં ૧૯૬પ૬ બોટલ દારૂ સાથેનો ટ્રક ઝડપી લેતી પોલીસ

0

લાકડાના ગઠ્ઠાની આડસમાં જૂનાગઢ લવાતો ૧૯૬૫૬ બોટલ અંગ્રેજી દારૂ સાથેનો ટ્રક એ- ડિવિઝન પોલીસે ઝડપી લઇ ૩૧.૫૪ લાખના મુદ્દામાલ સાથે ૨ શખ્સોની ધરપકડ કરતા બૂટલેગરોમાં હલચલ મચી ગઈ છે. જેતપુર તરફથી જૂનાગઢના દોલતપરા બાજુ એમએચ-૧૦- એક્યુ-૨૪૨૫ નંબરનો ટ્રક વિદેશી દારૂનો જથ્થો ભરીને આવતો હોવાની બાતમી મળતા એસપી હર્ષદ મહેતાની સૂચનાથી ડીવાયએસપી હિતેષ ધાંધલ્યા અને એ ડિવિઝનનાં પીઆઇ એ. જી. જાદવના માર્ગદર્શનમાં પીએસઆઈ એ.પી. ડોડીયા, જે. આર. વાજા, એએસઆઈ માડમ, હેડ કોન્સ્ટેબલ ગરચર, બકોત્રા, કોન્સ્ટેબલ કલ્પેશભાઈ, વિક્રમભાઈ, રામભાઈ, અજયસિંહ અને ગોપાલભાઈ વગેરેએ દોલતપરા વિસ્તારમાં વોચ ગોઠવી હતી. આ દરમ્યાન સાબલપુર ચોકડી તરફથી એમએચ-૧૦- એક્યુ-૨૪૨૫ નંબરનો ટ્રક આવતા પોલીસે રોકવાનો ઈશારો કરતા ટ્રક ચાલકે થોડે દુર ટ્રક રોકી તેમાંથી ઉતરીને ૨ ઈસમોએ ભાગવા લાગતા પોલીસે પીછો કરીને બંનેને પકડી પાડ્યા હતા અને ટ્રકની તલાશી લેતા તેમાંથી લાકડાના ગઠ્ઠા નીચે છુપાવેલ રૂપિયા ૨૧,૩૧,૨૦૦ની કિંમતના ઇંગલિશ દારૂની ૧૯૬૫૬ બોટલ મળી આવી હતી. આથી પોલીસે દારૂ સાથેનાં ટ્રકને શહેરમાં આઝાદ ચોક સ્થિત એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાવી અંગ્રેજી દારૂ ઉપરાંત લાકડાના ગઠ્ઠાના પ્લાસ્ટિકના ૧૨૨ બાચકા તેમજ ૧૦ લાખનો ટ્રક મળી કુલ રૂપિયા ૩૧,૫૪,૬૭૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ મહારાષ્ટ્રના થાને જિલ્લાના સીરસ ગામનો દિનકર પાંડુરંગ જાદવ અને દુશેરી ગામનો વિજય ગણપત સિંદેની ધરપકડ કરી હતી. ઉપરાંત વિદેશી દારૂનો જથ્થો મોકલનાર મહારાષ્ટ્રના કડેગાવનો પ્રમોદ નિવૃત્તિ માંડકે અને વસંતગડ ગામનો વિનોદ કાટકર સામે ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. દારૂના વિશાળ જથ્થા સાથેનાં ટ્રકમાં પકડાયેલા બંને શખ્સોએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના સીરસનો પ્રમોદ નિવૃત્તિ માંડકે અને તેનો માસીયાઇભાઈ વસંતગડ ગામનો વિનોદ કાટકર દારૂ ભરેલો ટ્રક કરાડ ગામના હાઇવે ઉપર આપી ગયા હતા. અને જેને દારૂનો જથ્થો પહોંચાડવાનો હતો તેનું લોકેશન વિનોદ કાટકર તેના મોબાઈલ ફોનમાં વ્હોટ્‌સએપ મારફત લોકેશન મોકલતો હતો. દારૂ સાથેના ટાટા કંપનીના ૧૦ વ્હીલવાળા ટ્રકની કેબીનમાંથી ટ્રકની પરમીટ, ફિટનેસ સર્ટિફિકેટ, વીમા પોલિસી, ટ્રકની આરસીબુક, દારૂ મોકલનાર પ્રમોદ નિવૃત્તિ માંડકેનું આધારકાર્ડ તેમજ જૂનાગઢ જીઆઇડીસી-૨ ખાતેની ધનરાજ એન્જિનિયરિંગ કંપનીનું બિલ મળી આવ્યું હતંુ.

error: Content is protected !!