જીઆરડી જવાને સીપીઆર તાલીમથી પ્રૌનો જીવ બચાવ્યો

0

ગિરનારની યાત્રાએ આવેલ મહારાષ્ટ્રના યાત્રિકને હાર્ટ એટેક આવતા જીઆરડી જવાને સીપીઆર તાલીમથી તેનો જીવ બચાવી માનવતાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડયું હતું. મહારાષ્ટ્રના પુણા જીલ્લાના મોસરી ગામના દિલીપભાઈ કોંઢે(ઉ.વ.પપ) તેમના ધર્મ પત્ની નિર્મળાબેન સાથે ભવનાથ ખાતે ગિરનાર ઉપર બિરાજતા માં અંબાજીના દર્શન કરવા માટે આવ્યા હતા. અત્યારે તેઓ સવારે રોપવે ગેટ પાસે પહોંચતા દિલીપભાઈ કોંઢેને હાર્ટ એટેક આવતા નીચે ઢળી પડયા હતા. આ દરમ્યાન રોપવેના ગેટ પાસે ફરજ ઉપર રહેલા જીઆરડી જવાન મનુભાઈ હમીરભાઈ મકવાણાએ તાત્કાલિક દિલીપભાઈને સીપીઆર આપતા તેઓ સ્વસ્થ થયા હતા અને બાદમાં વધુ સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ યુવાનો અને વયોવૃધ્ધ વ્યકિતઓને હાર્ટ એટેકના બનાવો વધુ પ્રમાણમાં બનતા હોવાથી તેમને પ્રાથમિક સારવાર આપી શકાય તે માટે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, જીઆરડી સભ્યો અને હોમગાર્ડના જવાનોને સીપીઆર તાલીમ આપવામાં આવી છે. આમ ભવનાથ ખાતે જીઆરડી જવાને સીપીઆર જીવતદાન આપીને માનવ સેવા મહેકાવી હતી.

error: Content is protected !!