Sunday, September 24

ખંભાળિયામાં જરૂરિયાતમંદ પરિવારોને કીટનું વિતરણ કરાયું

0

ખંભાળિયામાં પુરુષોત્તમ માસ નિમિત્તે તેમજ હાલ શ્રાવણ માસની શરૂઆતમાં જરૂરિયાતમંદ પરિવારોને જીવન જરૂરીયાતની સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખંભાળિયાની જાણીતી રઘુવંશી સેવા સંસ્થા શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ દ્વારા ૧૦૦ જરૂરિયાતમંદ પરિવારોને ખાદ્ય સામગ્રી સાથેની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અહીં ખુબ જ નજીવી આવકવાળા રઘુવંશી પરિવારોને ખાસ પરમીટ આપવામાં આવી છે. કીટ વિતરણની આ પ્રવૃત્તિ સતત ૪૧ માં વર્ષે પણ કાર્યરત છે. પરસોત્તમ માસના પર્વ નિમિત્તે રઘુવંશી દાતા સદગૃહસ્થ મુળજીભાઈ પાબારીના આર્થિક સહયોગથી તેમજ શ્રાવણ માસમાં દાતા જમનાદાસ સુંદરજી દાવડા તેમજ ચંપાબેન જમનાદાસ દાવડાના આર્થિક સહયોગથી (હ. જ્યેન્દ્ર તેમજ કિશોરભાઈ વિઠલદાસ બજરીયા (કાનાણી)ના સહકારથી અત્રે જૂની મહાજનવાડી ખાતે કીટ વિતરણ કરવામાં આવી હતી. આ વિતરણની સમગ્ર વ્યવસ્થા મહેન્દ્રભાઈ કાનાણી, વીનુભાઈ પંચમતિયા, અશોકભાઈ દાવડા તેમજ નિશિલભાઈ કાનાણીએ સંભાળી હતી.

error: Content is protected !!