ખંભાળિયાની રેડક્રોસ સેવા સંસ્થા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

0

ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ઉપક્રમે તાજેતરમાં અહીંની શેઠ કાનજી ચતુ ધર્મશાળા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૪૩ બોટલ એકત્ર થયું હતું. જે અહીંની બ્લડ બેન્કને આપવામાં આવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ડીસ્ટ્રીક્ટ ચેરમેન કિરીટભાઈ મજીઠીયા, પ્રોજેક્ટ ચેરમેન શૈલેષભાઈ કાનાણી, ધૈવતભાઈ બરછા, નંદનભાઈ સીમરીયા, કૌશિકભાઈ બારાઈ, સંજયભાઈ બરછા, કરણ પંચમતીયા, ભરતભાઈ છગ, ચેતનભાઈ સુરેલીયા, નિતેશભાઈ પંચમતીયા તેમજ પંકજભાઈ બાબરીયાએ જહેમત ઉઠાવી હતી. આ સેવાકીય પ્રવૃત્તિ સાથે લલિતભાઈ મજીઠીયાના આર્થિક સહયોગથી દિવ્યાંગ વ્યક્તિને બગલ ઘોડી આપવામાં આવી હતી. આ સેવાકાર્યમાં સહભાગી થવા બદલ સંસ્થાના ચેરમેન કિરીટભાઈ મજીઠીયા તથા શૈલેષભાઈ કાનાણી દ્વારા રક્તદાતાઓ સહીત સૌનો આભાર વ્યક્ત કરવામાં
આવ્યો હતો.

error: Content is protected !!