દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલી જાણીતી સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે રવિવારે યોગાસન ચેમ્પિયનશિપ ૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના યુવા રમતગમત વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશનના માર્ગદર્શન હેઠળ યુવા જી.વાય.એસ.એ.ના જનરલ સેક્રેટરી ઉમંગભાઈના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલી આ યોગ સ્પર્ધામાં ચોક્કસ કેટેગરીના ૧૦૦ કરતા વધુ યોગ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ચેમ્પિયનશિપમાં જજ તરીકે નેશનલ કોચ દિવ્યેશભાઈ રઘોડિયા, નેશનલ કોચ અમિતભાઈ ચોકસી તેમજ મધુબેન લગારીયા દ્વારા નિર્ણાયક તરીકે સેવાઓ આપવામાં આવી હતી. આ ચેમ્પિયનશિપમાં મુખ્ય મહેમાન તરીકે સ્કૂલના ફાધર બેની જાેસેફ, નવચેતન ગર્લ્સ સ્કુલના ટ્રસ્ટી દિનેશભાઈ બેરા, ધનાભા જડિયા, મહિલા પ્રભારી રેશ્માબેન ગોકાણી, તાલુકા મહિલા પ્રભારી દીપ્તિબેન પાબારી, સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે યોગ પ્લેયરનો ઉત્સાહ વધાર્યો હતો. આ ચેમ્પિયનશિપમાં વિજેતા ખેલાડીઓને મેડલ તથા સર્ટિફિકેટ વડે સન્માનિત કરાયા હતા. જે આગામી સ્ટેટ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે.