ઉનામાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સવા પાંચ લાખ મહા મૃત્યુંજય જાપ કરાયા

0

ઉના શહેરમાં સ્ટેશન પ્લોટમા ખેતલિયા દાદાના સાંનિધ્યમાં છેલ્લા ૧૧ વરસથી નિયમિત દર શનિવારે રાત્રે સમુહમાં હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે તે ખેતલિયા દાદા ભક્તિ મંડળ દ્વારા દર શ્રાવણ માસ દરમ્યાન વિશ્વના કલ્યાણ અને જીવ માત્રની શાંતિ માટે મહા મૃતંજય જાપ કરવામાં આવે છે. આ વરસે પણ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ઉનાના માધવ બાગના સંકુલમાં ખેતલિયા દાદાના આરાધક મયુરભાઈ ગાંધીની આગેવાની હેઠળ ૯૦૦થી વધુ દાદાના ગોઠીભાઈઓ અને બહેનો દ્વારા સવા પાંચ લાખ મહા મૃત્યુંજય મંત્રના જાપ કરવામાં આવેલ હતા. પ્રથમ બાર જયોતિ લીંગની પ્રતિકૃતિ બનાવી મહાકાલની આગેવાની હેઠળ પ્રવેશ કરતા ૧૨ દીકરીઓએ માતાજીના સ્વરૂપ સમાન બેડા માથે ધારણ કરી સ્વાગત કર્યું હતું. સંગીત મય શેલીમાં સતત પાંચ કલાક સમહુમાં મહા મૃત્યુંજય જાપ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સિમર ગામે આવેલ જગજીવનબાપુ સેવા આશ્રમના મહંત પૂજય સંત હીંમત જીવનબાપુ ખાસ હાજરી આપી હતી અને કળીયુગમાં ભક્તિ એજ શ્રેષ્ઠ માધ્યમ છે તેમ કહેલ હતું અને આશીર્વચન આપેલ હતા. મહા મૃત્યુંજય મંત્રના જાપ પૂર્ણ થઈ ગયા પછી મહા આરતી અને ભકતોને પ્રસાદ આપવામાં આવેલ હતોે.

error: Content is protected !!