કેશોદમાં બોક્ષ ક્રિકેટનો શુભારંભ થતાં ક્રિકેટ રસિયાઓમાં ખુશી વ્યાપી

0

ભારતની રાષ્ટ્રીય રમત હોકી છે પરંતુ યુવાનોમાં સૌથી વધારે ક્રેઝ ક્રિકેટ રમવાનો છે.શહેરી વિસ્તારોમાં માં હવે ખુબ ઓછા મેદાનો વધ્યા છે કે જ્યાં ક્રિકેટ રમી શકાય. અને જ્યાં પણ મેદાનો આવેલા છે એ શહેરી વિસ્તારથી દુર હોય છે ત્યારે મેટ્રો સીટી માં બોક્ષ ક્રિકેટ નામનો એક નવો ક્રેઝ ચાલુ થયો છે અને યુવાનો હવે એ મેદાન ભાડે લઈને ક્રિકેટ મેચ રમતા હોય છે. બોક્સ ક્રિકેટના મેદાનમાં લાઇટિંગ પણ ખૂબ જ રાખવામાં આવે છે અંદાજીત ૫૦૦૦ ચોરસ સ્ક્વેર ફૂટમાં ફરતી નેટ બાંધવામાં આવે છે અને તેની વચ્ચેની જમીન પર ઘાસ જેવી મેટીગ પાથરવામાં આવે છે. બોક્સ ક્રિકેટના મેદાનમાં લાઇટિંગ પણ ખૂબ જ રાખવામાં આવે છે, જેના લીધે રાત્રિ મેચ રમવાની ખૂબ જ મજા આવે છે. એટલું જ નહીં યુવાનોને અહીં આંતરરાષ્ટ્રીય મેદાનમાં ક્રિકેટ રમતા હોય તેવી ફીલિંગ્સ આવે છે.બોક્સ ક્રિકેટના આ ફોર્મેટમાં છ કે આઠ ખેલાડીઓની એક ટીમ રાખવામાં આવે છે. એક દાવ ૬ ઓવરનો હોય છે. એટલે બંને ટીમની રમત પુરી થતાં ૨૫ મિનિટનો સમય લાગે છે. આમ રોજિંદા રૃટિનમાંથી માત્ર ૨૫ મિનિટ કાઢીને ક્રિકેટનો રોમાંચ આ ફોરમેટમાં મળતો હોવાથી કૉલેજિયન યુવક-યુવતીઓમાં તેનો ક્રેઝ વધ્યો છે. શહેરોમાં મેદાનો અને ખુલ્લી જગ્યાઓ ઓછી થવા લાગી છે. તો બીજી તરફ જ્યાં જગ્યા છે ત્યાં એક સાથે પાંચ કે છ ટીમ ક્રિકેટ રમતી હોય છે જેના કારણે ઈજા થવાની શક્યતાઓ પણ વધુ રહે છે. તો ગલીઓમાં રમતી વખતે બારીના કાચ અને પાર્કિંગમાં મૂકેલાં વાહનોને નુકસાનની શક્યતા રહે છે. એવામાં બોક્ષ ક્રિકેટ એ ક્રિકેટના શોખીન યુવાનો માટે સૌથી સારો વિકલ્પ પુરવાર થઈ રહ્યો છે. બોક્સ ક્રિકેટ હાલમાં ખૂબ જ પ્રખ્યાત થઈ છે.
શરૂઆતમાં લોકો પોતાના ઘર આંગણે આવેલ મેદાન તેમજ શેરીઓમાં ક્રિકેટ રમતા હતા તેથી તેને ગલી ક્રિકેટ કહેવાથી હતી. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ લોકોનો ક્રિકેટ પ્રત્યેનો ઉત્સાહ અને જુનુનમાં ખૂબ જ વધારો થતો ગયો. પરંતુ ડેવલોપિંગના લીધે ગણતરીના મેદાન અને શેરીઓ સાંકળી થઈ જતા શહેરની બહાર અથવા હાઈવે પર આવેલ બોક્સ ક્રિકેટ રમવા જવાનું ચલણ અત્યારે ખૂબ જ વધ્યું છે. મોબાઇલ ગેમ્સના જમાનામાં યુવાનોને ગેજેટ્‌સથી દૂર રાખવામાં ક્રિકેટનું આ નવું સ્વરૃપ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. બોક્સ ક્રિકેટનો સૌથી મહત્વનો ફાયદો એ છે કે તેના મેદાનમાં ફરતી નેટ લગાવવામાં આવી હોવાથી ખેલાડીઓને રનીંગ પણ ઓછું કરવું પડતું હોય છે. જેથી બોક્સ ક્રિકેટ હાલમાં ખૂબ જ પ્રખ્યાત થઈ છે.
નાનું ગ્રાઉન્ડ હોવાને લીધે થાક લાગતો નથી.જેમાં એક ચોરસ ગ્રાઉન્ડ હોય છે જેમાં બાળકોથી લઈ વૃદ્ધ લોકો પણ રમી શકે છે. કેમ કે નાનું ગ્રાઉન્ડ હોવાને લીધે થાક લાગતો નથી અને રાત્રી ક્રિકેટ રમવા માટે મોટા ખર્ચ પણ કરવાની જરૂર પડતી નથી.લોકો પણ ક્રિકેટની મજા સારી રીતે માણે છે. મહિલાઓ અને ઉંમરલાયક દરેક માટે અહીં દિલ ખોલીને ક્રિકેટ રમવાની છૂટ મળે છે. શહેરમાં હાલ બોક્ષ ક્રિકેટ ટુર્નામેન્ટનો ક્રેઝ વધી રહ્યો છે. સતત દોડતા અને ભાગતા શહેરના લોકોને ક્રિકેટનું આ નવું રૂપ ખુબ પસંદ આવી રહ્યું છે.યુવાનો માટે ક્રિકેટ રમવાનું નવું સ્વરૂપ ભારતમાં ક્રિકેટને એક ધર્મ માનવામાં આવે છે અને ભારતીયો ઘર થી લઈને ગ્રાઉન્ડ સુધી ક્રિકેટ રમવાનો મોકો નથી છોડતા ત્યારે કેશોદ શહેરમાં ક્રિકેટ હવે નવા જ સ્વરૂપ માં જાેવા મળી રહ્યો છે. કેશોદના જુનાગઢ હાઈવે રોડ પર લાઇફલાઇન બોક્ષ ક્રિકેટ હિરેનભાઈ ભરાડ, રાહુલભાઈ સાવલીયા અને નિખીલભાઈ પરમાર દ્વારા મહારાજા ફાર્મ ખાતે શુભારંભ કરવામાં આવતાં શુભેચ્છકો મિત્રો સ્નેહીઓ અને ક્રિકેટ રસિયાઓ મુલાકાત લઈ ખુશી વ્યક્ત કરી હતી.

error: Content is protected !!