ડીઝીટલ યુગમાં મોબાઈલ અને કેમેરાનો ઉપયોગ કરતા શિખવાની લોકોને તાતી જરૂરીયાત છે

0

તાજેતરમાં રાજકોટમાં અને વેરાવળમાં સ્કાઈ કેમેરા દ્વારા અઘટીત બનાવોનો પર્દાફાશ થવા પામેલ છે. હાલ ડીઝીટલ યુગમાં સીસી ટીવી કેમેરા અને સ્કાઈ કેમેરા, ડ્રોન કેમેરા વગેરે સાધનોનો વપરાશ વધી રહયો છે. પરંતુ તેનો સદઉપયોગ કેમ કરવો અને દુરૂઉપયોગ કેમ કરવો તે તો આપણા હાથની વાત છે. અરે હાલ મોબાઈલમાં પણ ફેસેલીટી વધતી જાય છે જેનો પણ આજની યુવા પેઢી ગેરલાભ ઉઠાવી રહી હોવાના અનેક ચોંકાવનારા કિસ્સાઓ બહાર આવેલ છે.
રાજકોટમાં ખુદ સસરાએ પુત્રવધુને સ્કાય કેમેરા દ્વારા બ્લેકમેલ કરવાનો બનાવ બનતા સસરા, સાસુ અને તેના પતિને જેલમાં જવાનો વારો આવ્યો છે. ત્યારબાદ વેરાવળમાં બાંધકામ સમયે જ બાથરૂમમાં સ્કાય કેમેરા ગોઠવવાનો પર્દાફાશ થયેલ છે. ત્યારે હાલનાં સમયને ધ્યાનમાં લઈ લોકોએ ચેતી જવાનો સમય આવી ગયો છે. મોબાઈલમાં પણ કેમેરાની વ્યવસ્થા હોય છે. જેનો ગેરલાભ અનેક યુવાનો લઈ રહયા છે. કેટલીય અબળી બાળાઓને બ્લેકમેલ કરવા આવા કેમેરાનો ઉપયોગ કરે છે. અથવા તો એવી પોસ્ટ મુકીને સમગ્ર સમાજના રોષનો ભોગ બને છે. આજકાલ વાલીઓએ પણ પોતાના પુત્ર-પુત્રીનાં મોબાઈલ ઉપર વોચ રાખવાની એટલી જ તાતી જરૂર છે. આજની યુવાન પેઢી મોબાઈલમાં બિન્દાસ્ત વાતચીત કરે છે પરંતુ તેમને એ ખબર નથી હોતી કે સામાવાળા એ ડબીંગ કરી રહયા છે અને ભવિષ્યમાં આજ ક્ષણ એક મોટો ખતરો બનીને ઉભી રહેશે. અથવા તો વિડીયો કોલમાં લલચામણી ઓફર મુકીને તમને એવા પીગાળી દેશે કે પછી જીંદગી ભર તમારે પીગળતા જ રહેવાનો વારો આવે છે. ડીઝીટલ યુગમાં મોબાઈલનો જાે તમે સદઉપયોગ કરો તો ઘણો જ ફાયદો થાય તેમ છે. જેમ કે આપને લગતી કોઈ રૂચિ હોય તો તેને નિહાળી ઉપયોગ કરી શકાય છે. અથવા કોઈપણ જાણકારી મેળવવી હોય તો પણ મોબાઈલનો સદઉપયોગ કરી શકાય છે. પરંતુ જેને બ્રોડગેજમાંથી મીટરગેજમાં જ જવું હોય તેને કોણ રોકી શકે ? હવે સમાજે વિચારવાનો સમય આવી ગયો છે કે આ રૂપકડા મોબાઈલનો ઉપયોગ કેમ કરવો ? સુફી કેમેરાથી કેમ
બચવું ? તે તમારા હાથની વાત છે.

error: Content is protected !!