જૂનાગઢ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તરફથી સ્મોલર મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ. આ મોકડ્રીલ દરમ્યાન કોસ્ટેલ સિકયુરીટી વ્યવસ્થાને હાઈએલર્ટ પર રાખી, એકસરસાઈઝ દરમ્યાન દરીયાઈ તથા જમીની વિસ્તારમાં કોઈ આતંકવાદીઓ પ્રવેશી ન જાય તે માટે ગીર સોમનાથ જીલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવા અને એલર્ટ રહેવા તમામને સુચના કરેલ જે અનુસંધાને ગીર સોમનાથ જીલ્લામાં સ્મોલર મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ. જેમાં એસઓજી બ્રાન્ચને રેડફોર્સ તરીકે જુદા જુદા વિસ્તારમાં આવેલ અગત્યના સ્થળો ઉપર હુમલાઓ કરવા અને પોલીસ સ્ટેશનના અધિકારી-કર્મચારીઓએ બ્લુ ફોર્સ તરીકે હુમલાઓ બચાવવાની કામગીરી કરેલ.
આ મોકડ્રીલ સબબ રેડ ફોર્સ(એસઓજી)દ્વારા સોમનાથ મરીન પોલીસ સ્ટશેના હીરાકોટ બંદર પર તથા નવાબંદર મરીન પોલીસ સ્ટેશનની બંદર જેટી ઉપર તથા પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારના સોમનાથ બસ સ્ટેન્ડ ચેક પોસ્ટ ઉપર તથા કોડીનાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુળદ્વારકા બંદરમાં એમ કુલ ૪ દરીયાઈ/જમીની વિસ્તારમાં આરડીએકસ તથા આધુનિક હથીયાર સાથે હુમલાઓ કરવાનો પ્રયત્ન કરતા પોલીસ સ્ટેશન બ્લુ ફોર્સ દ્વારા એલર્ટ સતર્ક રહી તમામ હુમલાઓ નિષ્ફળ બનાવેલ.
આ કામગીરીમાં ઉના મદદનીશ પોલીસ અધિક્ષક જીતેન્દ્ર અગ્રવાલ, નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર, એસઓજી પીઆઈ જાડેજા સહિતનો સ્ટાફ જાેડાયેલ.