‘સોરઠ અને બરડા પ્રદેશનો ઇતિહાસ’ પુસ્તકનું રાજમાતા શુભાંગીની રાજેના શુભ હસ્તે લોકાર્પણ કરાયું

0

મહારાજા સયાજીરાવ ત્રીજાએ ભવિષ્યનો વિચાર કરી ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે પુસ્તકો સમાજને મળતા રહે તે માટે રૂપિયા બે લાખ અનામત મુકેલા એનાથી લોકોને સરળતાથી પુસ્તકો મળે તેમની જ્ઞાન ભૂખ, વાંચન ભૂખ સંતોષાય અને લેખકોની કલમને બળ અને પ્રોત્સાહન મળે. એ માટે બે લાખના વ્યાજમાંથી પુસ્તકો પ્રસિદ્ધ કરવાનું તથા સંસ્કૃતિ અને વિદ્યા પ્રચાર અને જાળવણીનું કામ પ્રાચ્ય વિદ્યામંદિર કરે છે. શ્રી સયાજી સાહિત્યમાળાનું ૩૮૪મું પુષ્પ જૂનાગઢની ડો.સુભાષ મહિલા કોલેજના અધ્યાપક આપણા ભાઈ ડો.પ્રદ્યુમ્નભાઈ ખાચરે ૨૬ પ્રકરણોમાં ‘સોરઠ અને બરડા પ્રદેશનો ઇતિહાસ’ આલેખેલ. જેનું લોકાર્પણ વડોદરાના રાજમાતા શુભાંગીની રાજેના શુભ હસ્તે તા.૧૭/૮/૨૩ના રોજ વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું. આ અવસરે મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય વડોદરાના કુલપતિ ડો.વિજયકુમાર શ્રીવાસ્તવ તથા એમ.એસ.યુનિ.ના આર્ટસ ફેકલ્ટીના ડીન આધ્યા સક્સેના, ડો.વિભૂતિ પરીખ, રાજ વલ્લભ સાદિક નવાબ, ઝાલા સાહેબ, જનજાગૃતિ અભિયાનના મનહર શાહ, પુરાતત્વ વિભાગના ડો.સુસ્મિતા સેન, જસદણ દરબાર સાહેબ તથા જસદણ રાણી સાહેબ અલૌકીકા રાજે અને કાઠી ક્ષત્રીય સમાજના અધિકારી ચેરીટી કમિશ્નર જેબલિયા, ડી.વાય.એસ.પી.ચાંદુ, પી.આઈ.પ્રવીણભાઈ ધાખડા, પી.એસ.આઈ.ભરતભાઈ ખુમાણ, વડોદરા કાઠી ક્ષત્રીય સમાજના પ્રમુખ ડી.ડી.ધાધલ દેવકુભાઈ વાંક, જાેરૂભાઈ ખાચર, વીરેન્દ્રભાઈ વાળા, નાજભાઈ ગીડા, સાવજભાઈ પાડવા, કમલેશભાઈ પટગીર, કેશુભાઈ, રવિરાજભાઈ ધાખડા તથા પ્રાચ્ય વિદ્યામંદિરના નિયામક ડો.શ્વેતા પ્રજાપતિ, ડો.ઉમરેઠીયા તથા નગરજનો અને વિદ્યાર્થીઓ હાજર રહેલ હતા.

error: Content is protected !!