આ વર્ષે રક્ષાબંધન કયારે કરવું તેની સંપુર્ણ માહિતી

0

તા.૩૦ નીજ શ્રાવણ શુદ ૧૪ને બુધવારે સવારના ૧૧ વાગ્યા સુધી ચૌદશ તિથી છે અને ત્યાર બાદ પૂનમ તિથી છે. પરંતુ પૂનમ તિથીની સાથે ભદ્રા પણ શરૂ થઈ જશે પરંતુ જયોતિષના નીયમ પ્રમાણે ભદ્રા શુભ કે અશુભ હોય તો પણ રાખડી બાંધી શકાય નહી. તે ઉપરાંત રાખડી બાંધવામાં અપરાહન કાળ અને પ્રદોષ કાળનો સમય શુભ ગણાય છે. ભદ્રા રાત્રીના ૯ઃ૦ર મીનીટ છે. આથી સૌરાષ્ટ્ર ગુજરાતના સમય પ્રમાણે બુધવારે રાખડી બાંધવા માટે પ્રદોષ કાળનો સમય નીચે મુજબ રહેશે. તે ઉપરાંત ગુરૂવારે ૩૧ તારીખે સવારે ૭ઃ૦૬ મીનીટ સુધી પણ રાખડી બાંધવા માટે ઉત્તમ સમય છે. દ્વારીકા સહિત ગુજરાતના મોટાભાગના મંદિરોમાં ભગવાનને ગુરૂવારે રાખડી બાંધશે. જે બહેનો ગુરૂવારે સવારે ૭ઃ૦૬ મીનીટ સુધીમાં રાખડી બાંધી ન શકે તે બહેનો ગુરૂવારે ઉદીયાત પૂનમ તિથી ધ્યાનમાં લઈને ગુરૂવારે સાંજ સુધીમાં ભાઈને રાખડી બાંધવી.
બુધવારે રાત્રે શુભ પ્રદોષ કાળમાં શુભ સમય : રાજકોટ રાત્રે ૯ઃ૦ર થી ૯ઃર૧, જૂનાગઢ ૯ઃ૦ર થી ૯ઃર૩, જામનગર ૯ઃ૦ર થી ૯ઃરર, ભાવનગર ૯ઃ૦ર થી ૯ઃ૧૬, અમદાવાદ ૯ઃ૦ર થી ૯ઃ૧૩, સુરત ૯ઃ૦ર થી ૯ઃ૧ર.
ગુરૂવારે ચોઘડીયા પ્રમાણે શુભ સમય : સવારે શુભ ૬ઃ૩૦ થી ૮ઃ૦પ, બપોર ચલ, લાભ, અમૃત ૧૧ઃ૧૩ થી ૩.પ૬, શુભ સાંજે પઃ૩૦ થી ૭ઃ૦૪, અભિજીત મુહુર્ત બપોરે ૧રઃરર થી ૧ઃ૧૩ સુધી.

error: Content is protected !!