માણાવદરમાં આશાસ્પદ નવયુવાનનું હાર્ટ એટેકથી અવસાન થતા સમગ્ર શહેરમાં અરેરાટી

0

માણાવદર શહેરમાં ગત તા.ર૧ના રોજ આશાસ્પદ બાવાજી નવયુવાનના મૃત્યુમાં હાર્ટએટેક આવતા આંખના પલકારામાં મૃત્યુ થતાં સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી અનેક શહેરમાં નાના બાળકો તથા યુવાનોમાં હાર્ટ એટેકથી મૃત્યુના બનાવો બની રહયા છે.
તેવો જ શહેરમાં એક આશાસ્પદ બાવાજી યુવાન કેવલ(કરણ)શશીકાન્તભાઈ નિમાવત(ઉ.વ.ર૬)નું તા.ર૧-૮ના રોજ હાર્ટ એટેકના કારણે સ્થળ પર ઢળી પડયો હતો. જેમાં પ્રાપ્ત વિગતો અનુસાર કેવલ(કરણ)સોમવાર શ્રાવણ મહિનાનો પ્રથમ હોય, મહાદેવીય મંદિર ખાતે મેળો ભરાય છે ત્યાં પાણીનો ધંધો કરતા હોય ત્યાં સ્ટોલ ચાલુ કરીર રહયા હતા સાથે પિતા પણ હતા. કરણ વસ્તુઓ ગોઠવી રહયા હતા કોઈ વસ્તુ નીચે લેવા વળ્યા ત્યાં જ પિતાની નજર સામે ઢળી પડતા પિતા અને આજુબાજુવાળાઓની મદદથી પીએચસી ખાતે લઈ જવા આવેલ જયાં તેઓનું મોત નિપજેલ. કરણ(કેવલ)ના અચાનક હાર્ટ એટેકથી મોત નિપજતા પરિવારજનો ઉપર આભ ફાટયું હતું. પરિવારજનોના આક્રંદથી નગરજનોના હૃદય હચમચાવી નાંખ્યું છે લોકો અવાચક બન્યા છે.

error: Content is protected !!