સિંગતેલના ભાવમાં ૫૦થી ૬૦ રૂપિયાનો ઘટાડો થયો

0

જન્માષ્ટમી ઉપર હજુ ભાવમાં ઘટાડો થઇ શકે છે અને સિંગતેલનો ડબ્બો ત્રણ હજાર રૂપિયાની અંદર પહોંચી શકે છે

જન્માષ્ટમીના પર્વ પહેલા સિંગતેલને લઇને રાહતના સમાચાર આવ્યા છે. સિંગતેલના ભાવમાં ૫૦થી ૬૦ રૂપિયાનો ઘટાડો થયો છે. સિંગતેલના ભાવ ૧૫ કિલોના ૩૦૦૦થી ૩૨૦૦ રૂપિયા જ્યારે ૧૫ લીટરના ૩૦૬૦થી ૩૧૦૦ રૂપિયા સુધી પહોંચ્યા છે. જન્માષ્ટમી ઉપર હજુ ભાવમાં ઘટાડો થઇ શકે છે અને સિંગતેલનો ડબ્બો ત્રણ હજાર રૂપિયાની અંદર પહોંચી શકે છેજન્માષ્ટમી ઉપર હજુ ભાવમાં ઘટાડો થઇ શકે છે અને સિંગતેલનો ડબ્બો ત્રણ હજાર રૂપિયાની અંદર પહોંચી શકે છે. જન્માષ્ટમી ઉપર હજુ ભાવમાં ઘટાડો થઇ શકે છે અને સિંગતેલનો ડબ્બો ત્રણ હજાર રૂપિયાની અંદર પહોંચી શકે છે.
જૂનાગઢ સિંગતેલના વેપારીના કહેવા પ્રમાણે સિંગતેલમાં હાલમાં ઓછી ડિમાન્ડ છે. આ ઉપરાંત વરસાદી વાતાવરણથી ઉઘાડ નીકળતા માર્કેટીંગ યાર્ડમાં નવી મગફળીની આવક થઇ છે. વેપારીઓનું માનવું છે કે હાલમાં ઘરાકી ન હોવાને કારણે સિંગતેલના ભાવમાં હજુ પણ ઘટાડો થઇ શકે છે. સિંગતેલની સાથે અન્ય ખાદ્યતેલોના ભાવ પણ ઓછા છે. હાલમાં પામોલિન તેલ, સોયાબિન તેલ, કપાસિયા તેલ ૧૪૦૦થી લઇને ૧૬૦૦ રૂપિયે ડબ્બો મળી રહ્યો છે.આ તરફ સિંગદાણાના વેપારીઓ પણ માની રહ્યા છે કે આ વર્ષે સૌરાષ્ટ્રમાં મગફળીનું ૨૬થી ૨૭ લાખ મેટ્રિક ટન ઉત્પાદન થઇ શકે છે. તેથી આગામી દિવસોમાં સિંગતેલના ભાવ ૨૦૦થી ૩૦૦ રૂપિયા ઘટી શકે છે. સિંગતેલના ભાવ ફરી ૨૫૦૦થી ૨૭૦૦ની સપાટીએ આવી શકે છે.

error: Content is protected !!