ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના ૪૦૭ કેસ નોંધાયા છે તેમજ સાદા મલેરિયાના ૧૧૧ કેસ જ્યારે ઝેરી મલેરિયાના ૭ કેસ નોંધાયા છે
દર વર્ષે ચોમાસાની સીઝન દરમ્યાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઉચકતો હોય છે. ત્યારે હાલ જૂનાગઢ જીલ્લા સહિત ગુજરાતના કેટલાક શહેરોમાં રોગચાળાએ બરોબરનો ભરડો લીધો છે. જેને લઈને ઘરે ઘરે માંદગીના ખાટલા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદ બાદ ભરાયેલા પાણીને લઈને મચ્છરનો ઉપદ્રવ વધતાં મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે. બીજી બાજુ ચોમાસાની ઋતુને લઇને પાણીજન્ય રોગચાળાએ પણ હાલ જૂનાગઢ જીલ્લામાં કાળો કહેર વર્તાવ્યો છે. ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના ૪૦૭ કેસ નોંધાયા છે. ડેન્ગ્યુ અને મલેરિયાનો કાળો કહેર વર્તાયો છે. મચ્છરજન્ય અને પાણીજન્ય કેસમાં વધારો નોંધાયો છે. ચાલુ મહિના ઓગસ્ટની વાત કરવામાં આવે તો અમદાવાદમાં ડેન્ગ્યુના ૪૦૭ કેસ નોંધાયા છે. તેમજ સાદા મલેરિયાના ૧૧૧ કેસ નોંધાયા જ્યારે ઝેરી મલેરિયાના ૭ કેસ નોંધાયા છે. ઓગસ્ટ મહિનામાં ચિકનગુનિયાના ૯ કેસ નોંધાયા તેમજ ઝાડા-ઉલ્ટીના ૬૧૯ કેસ, ટાઈફોઈડના ૪૬૭ કેસ નોંધાયા છે. ઓગસ્ટમાં કમળાના ૧૧૪, કોલેરાના ૨૦ કેસ નોંધાયા છે. કેસ વધતા અમદાવાદમાં આરોગ્ય તંત્ર પણ સફાળું જાગ્યું છે અને મનપા દ્વારા મચ્છરોની બ્રિડિંગ સાઇટને લઇને ચેકિંગ હાથ ધરાયુ હતું. બાંધકામ સાઇટ, શાળા, હોસ્પિટલો સહિતના સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જૂનાગઢ સહિત ગુજરાતમાં હાલ ડેંગ્યુના કેસમાં વધારો જાેવા મળી રહયો છે. જૂનાગઢ શહેરમાં જ ડેંગ્યુના કેસમાં ભારે વધારો જાેવા મળતા લોકોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે.