ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા ચંદ્રયાન-૩નાં સફળ લેન્ડિગની તિરંગા સાથે ઉજવણી કરાઈ

0

ચંદ્રના દક્ષિણી ધ્રુવ ઉપર ચંદ્રયાન-૩નું સફળ લેન્ડિંગ ભારત માટે ઐતિહાસિક અને ગૌરવશાળી ક્ષણ છે : પુનિત શર્મા

ભારતને અવકાશ સંશોધન ક્ષેત્રે વૈશ્વિક ઓળખ અપાવનાર ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન દ્વારા નિર્મિત ચંદ્રયાન-૩ એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર કાળવા ચોક ખાતે દેશની આન બાન શાન એવાં તિરંગા સાથે મહાનગર અધ્યક્ષ પુનિતભાઈ શર્મા ચંદ્રયાન-૩ સફળ લેન્ડીગ ની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે શહેર ભાજપ પ્રમુખ પુનીત શર્મા, મહામંત્રી ભરતભાઈ શિંગાળા, વિનુભાઇ ચાંદગેરા, મનનભાઈ અભાણી, મેયર ગીતાબેન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, દંડક અરવિંદભાઈ ભલાણી, શહેર ટીમ મંડલ, મોરચા પ્રમુખ, મહામંત્રી, પ્રદેશ હોદેદારો અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અધ્યક્ષએ ચંદ્રયાન-૩ મિશનના વિચારબીજથી લઇ ચંદ્રની સપાટી ઉપર તેના સફળ લેન્ડિંગ સુધી પોતાનું યોગદાન આપનાર પ્રત્યેક ભારતીયને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે ભારત વૈશ્વિક કક્ષાએ એક પછી એક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે, તેમાં આજે ચંદ્રયાન-૩નું સફળ લેન્ડિંગ વધુ એક સીમાચિન્હ બન્યું છે. આ સમયે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં દરેક કાર્યકરોએ ચંદ્રયાન-૩નાં સફળ લેન્ડિંગ માટે એકબીજાના મોઢા મીઠા કરાવ્યા હતા.

error: Content is protected !!