એક મહિનામાં ડ્રિંક એન્ડ ડ્રાઇવના ૪ કેસ નોંધાયા

0

જૂનાગઢ શહેરમાં રાજ્યના પોલીસવડા વિકાસ સહાયની સુચનાથી જૂનાગઢ ડીઆઇજી નિલેશ જાજડીયા, એસપી હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ ડિવાઇએસપી હિતેશ ધાંધલીયા, શહેર ટ્રાફિક બ્રાન્ચના પીએસઆઇ પી.જે. બોદર, એ- ડિવીઝન પીઆઇ અમિત જાદવ, બી- ડિવીઝન પો. ઇન્સ નિરવ શાહ, સી- ડિવિઝન પીએસઆઇ વી. કે. ઉજીયા સહિતના અધિકારીઓ, પોલીસ જવાનો દ્વારા શહેરમાં એક મહિનાની ટ્રાફિક ડ્રાઇવ યોજાઇ હતી. જેમાં કુલ ૩૧૩૦ વાહન ચાલકોને ઝડપી ૧૦.૩૭ લાખનો દંડ ફટકાર્યો હતો. આ અંગે મળતી વિગત અનુસાર શહેરમાં ૨૨ જુલાઇ થી ૨૨ ઓગસ્ટ એમ એક મહિનાની ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. જે અંતર્ગત શહેર માંથી ડ્રિક એન્ડ ડ્રાઇવના ૪ કેસ, વાહનોના લાઇસન્સ, પીયુસી, વીમો જેવા જરૂરી કાગળો ન હોય, યુવાનો કે જે વધારે સ્પીડથી વાહન ચલાવતા હોય, શહેરમાં ગમે- ત્યાં લોકો નો-પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્કીંગ કરી ટ્રાફિકની સમસ્યા ઉભી કરતા હોય, કારમાં કાળા કાચ કરેલા હોય વગેરે કુલ ૨૯૮૪ કેસ તેમજ ડિટેઇનના ૧૪૨ કેસ કરી કુલ ૩૧૩૦ વાહનચાલકોને પકડ્યા હતા. જેની પાસેથી કુલ રૂા.૧૦.૩૭ લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો. આમ, શહેરમાં ટ્રાફિકના નિયમનો ભંગ કરનારને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું.

error: Content is protected !!