Tuesday, September 26

સોમનાથ-વેરાવળના બ્રહ્મ સમાજની કરાઓકે સ્પર્ધામાં વિજેતા બન્યા

0

સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના ગીર-સોમનાથ જિલ્લા દ્વારા કરાઓકે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વીણાબેન પંડ્યા દ્વાર સ્થાપિત સંહિતા મહિલા મંડળના ચેરમેન ચેતનાબેન પંડ્યાના સંકલનમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના ગીર-સોમનાથ જિલાના ટ્રસ્ટી છેલભાઈ જાેશી, પ્રમુખ તુષારભાઈ પંડ્યાના માર્ગદર્શનમાં કરાઓકે ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેનાર વિજેતા જાેષી વેદાંશી કાવ્યા મહેતા, પૂર્વીબેન ભટ્ટ, હિરલબેન રાવલ, પુષ્પાબેન થાનકી વગેરે ભાગ લીધો હતો. જેમાં પુષ્પાબેન થાનકીને વિજેતા બન્યા હતા. આ સંચાલન સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ જિલ્લાના ટ્રસ્ટી હસુભાઈ જાેશી, જિલ્લા પ્રમુખ કે.ડી. પંડ્યા, શહેર પ્રમુખ પ્રફુલભાઈ જાેશી, શહેર પ્રમુખ આરતીબેન જાેશી, પ્રોજેક્ટ ચેરમેન દક્ષાબેન જાેશી, દિવ્યાબેન જાેશી, ભાવનાબેન વ્યાસ હતા.(તસ્વીર ઃ જાદવભાઈ ચુડાસમા)

error: Content is protected !!