દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાત સ્થળોએ જુગાર દરોડામાં ૧૮ મહિલાઓ સહિત ૪૩ શખ્સો ઝબ્બે

0

ખંભાળિયા પંથકમાં એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ એલ.સી.બી. સ્ટાફ દ્વારા ગતરાત્રે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ ડાડુભાઈ જાેગલ તથા પ્રદીપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે અહીંના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડની પાછળના ભાગે બેસીને ગતરાત્રે પોણા બે વાગ્યાના સમયે ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા અતુલ ખીમા રાઠોડ, રાહુલ રમેશ મકવાણા, અરબાઝ રફીક શેખ, અશ્વિન રમેશ સાલાણી અને નરેશ માલસી પરમાર તેમજ મીનાબેન રમેશભાઈ મકવાણા, દક્ષાબેન કમલેશભાઈ પરમાર અને ગીતાબેન કાંતિભાઈ ડાંગર નામના ત્રણ મહિલાઓ સહિત કુલ ૮ વ્યક્તિઓને પોલીસે ઝડપી લઇ, રૂા.૧૪,૪૪૦ રોકડા તથા રૂપિયા ૩૧ હજારની કિંમતના પાંચ નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા ૪૫,૪૪૦નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
ખંભાળિયાથી આશરે ૨૨ કિલોમીટર દૂર સોનારડી ગામે સ્થાનિક પોલીસે ગત સાંજે જુગાર દરોડો પાડી, જાહેરમાં ગંજીપત્તા વડે તીનપતિ નામનો જુગાર રમી રહેલા ગુલાબબા જીલુભા જાડેજા, ડોલરબા જલુભા જાડેજા, સોનલબા જીતેન્દ્રસિંહ જાડેજા, પીન્ટુબા ભીખુભા જાડેજા, ભૂમિકાબા કેશુભા જાડેજા, રૂપલબા જીતેન્દ્રસિંહ જાડેજા, અમૃતબા કેશુભા જાડેજા, ક્રિષ્નાબા ગુલાબસિંહ જાડેજા, શીતલબા નાનાભા જાડેજા, પ્રિયાબા ભરતસિંહ જાડેજા, હંસાબા રણજીતસિંહ જાડેજા, અલ્કાબા ચંદુભા જાડેજા અને હકુબા ભરતસિંહ જાડેજા નામના ૧૩ મહિલાઓને ઝડપી લઈ, રૂા.૧૨,૨૨૦નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
ખંભાળિયા તાલુકાના ચુડેશ્વર ગામે સલાયા મરીન પોલીસે રાત્રે ૧ વાગ્યે જુગાર દરોડો પાડીને જયેન્દ્રસિંહ કાળુભા જેઠવા, યશપાલસિંહ રામસંગજી જાડેજા, વિરેન્દ્રસિંહ રાગાજી જાડેજા, જયરાજસિંહ અજીતસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ પ્રભાતસિંહ જેઠવા અને પૃથ્વીરાજસિંહ દેવીસિંહ જાડેજા નામના છ શખ્સોને રૂપિયા ૪,૮૬૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
કલ્યાણપુરથી આશરે ૧૨ કિલોમીટર દૂર દેવળિયા ગામે રાત્રિના બારેક વાગ્યે પોલીસે જુગાર દરોડો પાડી, લખમણ અરશી ડુવા, મયુર ખીમા આંબલીયા અને લખમણ હરદાસ વરૂ નામના ત્રણ શખ્સોને રૂપિયા ૧૨,૨૦૦ના મુદ્દામાલ સાથે જ્યારે દેવળિયા ગામે રાત્રિના પોણા બે વાગ્યે જુગાર રમતા દાના ખીમા આંબલીયા, ભીમશી લખમણ કરમુર અને લખુ રામશી વરૂ નામના ત્રણ શખ્સોને રૂા.૮,૧૦૦ ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતા.
ભાણવડથી આશરે ૧૪ કિલોમીટર દૂર કૃષ્ણગઢ ગામે પોલીસે જુગાર અંગેની કાર્યવાહી કરી, ઘેલુ વીરા વરૂ, પ્રહલાદ અરજણગર મેઘનાથી, કલ્પેશ લખમણ કરંગીયા, નગા રાણા કરંગીયા, દિનેશ ઉકા સાગઠીયા અને માલદે ઘેલા સોલંકીને રૂા. ૧૫,૬૧૦ના મુદ્દામાલ સાથે જ્યારે ભાણવડથી આશરે ૧૭ કિલોમીટર દૂર હાથલા ગામે જુગાર રમતા ભીખુ સાજણ બગડા, ભીખુ કચરાભાઈ બગડા, મણીબેન આલાભાઈ મગરા અને ભેનીબેન લખમણભાઈ સાદીયાને જુગાર રમતા ઝડપી લઈ, રૂા.૨,૧૪૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

error: Content is protected !!