ભંડુરી ખાતે બાર જયોતિર્લીંગ યાત્રા સહયાત્રીનું સન્માન

0

એન.આર.આઈ.પરિવારે પ્રજાપતિ સમાજનાં મઢ માટે સાડા પાંચ લાખ રૂપિયાનું અનુદાન કર્યુ

તાજેતરમાં યોજાયેલ મોરારીબાપુ બાર જયોતિર્લીંગ કથા યાત્રાના યાત્રી એનઆરઆઈ પરષોતમ ચાંદેગરા બાજુના માળીયા હાટીના તાલુકાના ભંડુરી ગામે પ્રજાપતિ સમાજના મઢ ખાતે પધારતાં તેઓએ ચામુંડા માતા પ્રજાપતિ સમાજ મઢ માટે રૂા.સાડા પાંચ લાખનું અનુદાન કરી ધન્યતા અનુભવી. આ પ્રસંગે તેઓની સાથેના જયોતિર્લીંગ યાત્રાના સહયાત્રી ભંડુરીના ભીખારામબાપુ હરીયાણીએ પરસોતમભાઈ ચાંદેગરા તથા મૃદુલાબેન ચાંદેગરાનું રામનામી શાલ ઓઢાડી સન્માન કર્યુ. મઢ અને સમાજનો વિકાસ જાેઈ પ્રસન્નતા અનુભવી આ પ્રસંગે ભાણજી ચાંદેગરા, મોહન ચાંદેરા સહિતના સમાજજનો ઉપસ્થિત રહયા હતા.

error: Content is protected !!