જૂનાગઢ મહાનગર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા મતદાતા ચેતના અભિયાનનો પ્રારંભ

0

જૂનાગઢ મહાનગર ખાતે આ અભિયાન ૨૫ થી ૩૧ ઓગસ્ટ સુધી ચાલશે : સાંસદ રાજેશ ચુડાસમા, લોકશાહીનાં પર્વમાં કોઇ મતદાતા મતદાનથી વંચિત ના રહે તે માટે ભાજપાનો દરેક કાર્યકર ઘર ઘર સંપર્ક કરશે : પુનિત શર્મા

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા સાંસદ રાજેશભાઈ ચુડાસમા, મહાનગર સંગઠન પ્રભારી નીમુબેન બાંભણીયા તથા મહાનગર અધ્યક્ષ પુનિત શર્મા વિશેષ ઉપસ્થિતીમાં મતદાતા ચેતના અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. અભિયાનનો શુભારંભ કરાવતા સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય સંગઠન દ્વારા સમગ્ર ભારતમાં ૨૧ થી ૩૧ ઓગસ્ટ સુધી આ અભિયાન ચાલવાનું છે ત્યારે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનાં માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં ૨૫ ઓગસ્ટથી શરૂ થયેલ આ અભિયાન ૩૧ ઓગસ્ટ સુધી સમગ્ર ગુજરાતમાં ચાલશે જેનાં ભાગરૂપે જૂનાગઢ મહાનગર ખાતે આ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. મહાનગર અધ્યક્ષ પુનિતભાઈ શર્માએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય સંગઠન દ્વારા આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે. ત્યારે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનાં સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ જૂનાગઢ મહાનગર વોર્ડ નં-૧ ખાતે આ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. મતદાતા ચેતના અભિયાન કાર્યક્રમ અંતર્ગત મહાનગર નાં દરેક કાર્યકરો ઘર ઘર સુધી પહોંચી લોકશાહીનાં પર્વમાં મતદાનથી વંચિતનાં રહે તેવી ભાવના સાથે જે નવાં મતદાતાઓ છે તે મતદાન કરી શકે જે મતદારયાદીમાં મતદાતાઓનાં નામોમાં ભુલ હોય તો સુધારો કરવો અને સ્થળ ઉપર જ ફોર્મ ૬, ૭ અને ૮ ભરાવવા જેવી કામગીરી કાર્યકરો દ્વારા કરવામાં આવશે.

error: Content is protected !!