ભાજપા જૂનાગઢ મહાનગર બક્ષીપંચ મોરચાની બેઠક યોજાઇ

0

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માનાં અધ્યક્ષસ્થાને મહાનગર બક્ષીપંચ મોરચાની બેઠક યોજાઇ હતી. જેમાં મહાનગર સંગઠન પ્રભારી નીમુબેન બાંભણીયા, મહામંત્રી ભરતભાઈ શીંગાળા, મનનભાઇ અભાણી, વિનુભાઇ ચાંદેગ્રા તેમજ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયસિંહ ઝાલા, મહામંત્રી વનરાજભાઇ સુત્રેજા, પુંજાભાઈ સીસોદીયા, પ્રદેશ અગ્રણી જે.કે. ચાવડા, રમેશભાઈ બાવળીયા તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની શરૂઆતમાં બક્ષીપંચ મોરચાના નવનિયુક્ત હોદેદારોએ મહાનગર પ્રભારી નીમુબેન બાંભણીયાનું પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કર્યું હતું. ત્યારબાદ બક્ષીપંચ મોરચાના નવનિયુક્ત હોદેદારોનો પરિચય આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ મહાનગર અધ્યક્ષ પુનિતભાઈ દ્વારા આવનાર સમયમાં જે જે કાર્યક્રમો પ્રદેશ દ્વારા આપવામાં આવ્યાં છે. તેમાં દરેક કાર્યકર ખંતથી કામે લાગી જવા આહવાન કર્યું હતું. આવતાં રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમ જૂનાગઢ મહાનગર ખાતે દરેક વોર્ડમાં થાય અને બહોળી સંખ્યામાં લોકો આ કાર્યક્રમ સાંભળી શકે તેવી વ્યવસ્થા કરવા ઉપર ભાર મૂક્યો હતો. શરૂ થતા મતદાતા ચેતના અભિયાનમાં પણ ઘર ઘર સંપર્ક કરી નવા મતદારોને મતદારયાદીમાં સમાવેશ કરવા તથા ચાલું મતદારોને કોઇ સુધારો હોય તો મદદરૂપ થઇ મતદાતા ચેતના અભિયાન અંતર્ગત આ કાર્યક્રમને વેગ આપવો જાેઈએ સાથે મહાનગર પ્રભારી નીમુબેન બાંભણીયાએ પણ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું.

error: Content is protected !!