જૂનાગઢ સહિત વિવિધ સ્થળોએ જુગાર અંગે પોલીસના દરોડા

0

જૂનાગઢ સહિત સોરઠમાં શ્રાવણીયા જુગારની મૌસમ પુરબહારમાં ખીલી છે તો બીજી તરફ પોલીસ તંત્ર દ્વારા પણ જુગારીઓના રંગમાં ભંગ પાડતા હોય તેમ વ્યાપક દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ શહેરના ખામધ્રોળ રોડ ઉપર આવેલ પ્રેરણાધામ સોસાયટીમાં શીતલબેન કનકભાઈ ઝરવરીયાના રહેણાંક મકાનમાં જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે જૂનાગઢ તાલુકા પોલીસે રેડ કરતા મકાન માલીક શીતલબેન સહિત જેઠીબેન કારજીવાભાઈ ઢોલા, પાયલબેન સનીભાઈ ચાવડા, ચાંદનીબેન કિસ્મતભાઈ ઢોલા, રેખાબેન વસરામભાઈ મકવાણા, ક્રિષ્નાબેન કારાભાઈ ઢોલા, જમનાબેન અરવીંદભાઈ ચોરવાડા, નીતીનભાઈ અશોકભાઈ મકવાણા, અતુલભાઈ પ્રાગજીભાઈ નવાપરા, મયુરભાઈ કનકભાઈ ઝરવરીયા, રાણાભાઈ કાળુભાઈ ભમ્મરને જુગાર રમતા ૧ર૦૦૦ રોકડ સહિતના મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. આ રેડ દરમ્યાન મહિલા આરોપીઓને સીઆરપીસી ૪૧(૧)(એ) મુજબ નોટીસો ફટકારવામાં આવેલ તેમજ પકડાયેલા ચાર આરોપી સહિત તમામ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
વાડલા ગામે જાહેરમાં જુગાર રમતા ૬ ઝડપાયા
વંથલી તાલુકાના વાડલા ગામે જાહેરમાં જુગાર રમતા ગોપાલભાઈ જીવાભાઈ પાટડીયા, સંજયભાઈ હરેશભાઈ દેત્રોજા, મનીષભાઈ ખીમજીભાઈ દેત્રોજા, ભુપતભાઈ ભુરાભાઈ રૂદાતલા, નાગજીભાઈ બીજલભાઈ વાઢીયા, મગનભાઈ હંસરાજભાઈ વડારીયાને ૧૩ર૭૦ રોકડ, મોબાઈલ મળી કુલ ર૩૭૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ વંથલી થાણે જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે.
નવાગામે ૪ જુગારીઓ ઝડપાયા
વંથલી તાલુકાના નવાગામ ગૌશાળા નજીક જાહેરમાં જુગાર રમતા ઈરફાન હસનભાઈ સમા, ઈકબાલ મુસાભાઈ સમા, ઓસમણ મહમદભાઈ સમા, કિશોર રાજાભાઈ બગડાને ૧૦ર૩૦ રોકડ મુદ્દામાલ સાથે ઝડપી વંથલી થાણે જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે.
માણાવદરમાં ૩ શખ્સો જાહેરમાં જુગાર રમતા ઝડપાયા
માણાવદરના બહારપરા માવજીજીણા રોડના નાકા પાસે જાહેરમાં જુગાર રમતા દિનેશભાઈ ઉર્ફે હસન હમીરભાઈ ચુડાસમા, ભરતભાઈ ખીમજીભાઈ રાઠોડ, રસીકભાઈ બેચરભાઈ પરમારને ૧૩૬૦ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લઈ માણાવદર થાણે જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે.

error: Content is protected !!