Saturday, September 23

જૂનાગઢમાં ઘઉંમા નાંખવાની દવા પી જતા મૃત્યુ

0

જૂનાગઢ શહેરમાં સેજની ટાંકી પાસે અલકનંદા એપાર્ટમેન્ટમાં રહેતા આરતીબેન અરવીંદભાઈ મકવાણા (ઉ.વ.૪ર)ને પોતાની પુત્રીની સગાઈ થઈ ગયેલ હોય અને તેના લગ્નના ટેન્શનને લીધે લાગી આવતા ઘઉંમાં છાંટવાનો પાઉડર દુધમાં નાખીને પી જતા તેઓને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ જયાં ફરજ ઉપરના તબીબે તેઓને મૃતપાય જાહેર કરેલ છે. પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
એસીડ પી જતાં મોત
આ ઉપરાંત અન્ય એક બનાવમાં એસીડ પીવાથી મૃત્યુ થયાનો બનાવ બનેલ છે. કેશોદના હાંડલા ગામના અરૂણભાઈ ઉર્ફે રાજુભાઈ ગોવાભાઈ મહિડા(ઉ.વ.૩૩)ને પેશાબના ભાગે દુઃખાવો થતો હોય જે બીમારીથી કંટાળી એસીડ પી જતા તેનું મૃત્યુ થયું છે.
ડુબી જતા મૃત્યુ
વંથલીના બરવાડા ગામના ડાયાભાઈ ફોગાભાઈ કરમટા(ઉ.વ.૪૬)માલઢોર ચરાવવા ગયેલ તે દરમ્યાન અકસ્માતે પાણીમાં ડુબી જતા તેનું મૃત્યુ થયું છે. વંથલી પોલીસ તપાસ ચલાવી રહી છે.

error: Content is protected !!