જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગુનાખોરી, અસમાજીક પ્રવૃતિ રોકવા તથા ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવા જૂનાગઢ ડીઆઇજી નિલેશ જાજડીયાની સુચનાથી એસપી હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ ડિવાઇએસપી હિતેશ ધાંધલીયા, શહેર ટ્રાફિક બ્રાન્ચના પીએસઆઇ પી.જે. બોદર, એ- ડિવીઝન પીઆઇ અમિત જાદવ, બી- ડિવીઝન પો. ઇન્સ નિરવ શાહ, સી- ડિવિઝન પીએસઆઇ વી. કે. ઉજીયા સહિતના અધિકારીઓ દ્વારા ૧૧ પોઇન્ટ તથા કેશોદ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક બી.સી. ઠક્કરના માર્ગદર્શન હેઠળ સમગ્ર તાલુકામાં વાહન ચેકીંગની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં એક મહિનામાં કાળા કાચ, ટ્રીપલ સવારી વાહનો, ડ્રન્ક એન્ડ ડ્રાઇવ, ઓવર સ્પીડ, છરી સહિતના હથિયાર સાથે વાહન ચલાવતા, ગમે- ત્યાં લોકો નો-પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્કીંગ કરી ટ્રાફિકની સમસ્યા ઉભી કરતા હોય સહિતના ૮,૨૭૯ વાહન ચાલકોને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું.