માંગરોળ તાલુકા સર્વોદય સેવા સમિતિ આયોજીત અંધજન મંડળ અમદાવાદ દ્વારા વિકલાંગોને નિઃશુલ્ક સાધન સહાય નિદાન કેમ્પ યોજાયો

0

જૂનાગઢના માંગરોળ કલ્યાણધામ ખાતે વિકલાંગ વ્યકિતઓને જરૂરિયાત મુજબના સાધનો સહાય કરવા અને તેમને સ્વરોજગાર મળી રહે તે માટે વર્ષોરથી લોકોની સેવામાં રત છે તેવી સંસ્થા સર્વોદય સેવા સમિતી અને અંધજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદના સયુંકત ઉપક્રમે ત્રણ જીલ્લાના અંધજનો અને અપંગ લોકો માટે સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં વિકલાંગોને હાથ, પગ, કાન, અંધ વૃધ્ધજનોને જરૂરીયાત મુજબ સાધનો જેમાં ટ્રાયસીકલ વ્હીલચેર, કાંખ ઘોડી, હાથ-પગના કેલીપર્સ, બુટ વોકર તથા નાની ઉમરના બાળકોને કાને સાંભળવાના મશીન સહિત વિવિધ સાધનો આપવા માટે તેમની માપ સાઈઝ અને ડોકયુમેન્ટ તપાસ સહિતની જાણકારીની નોંધ લઇ આગામી ૨૪ સપ્ટેમ્બર૨૦૨૩ના રોજ સાધન વિતરણ અને સ્વરોજગારી માટેના પ્રમાણપત્રો આપવામાં આવશે.

error: Content is protected !!