Saturday, September 23

રક્ષાબંધનનાં પર્વ પ્રસંગે જૂનાગઢ જીલ્લામાં સી ટીમ દ્વારા ૧૦૬ર લોકોને રક્ષા કવચ અપાયું

0

જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આવેલ વૃધ્ધાશ્રમ તથા અનાથાલય ખાતે મુલાકાત લઇ એકલવાયું અને નિરાધાર જીવન જીવતા હજારો લોકો કે જેઓનું આ દુનીયામાં કોઇ નથી અથવા તો હોવાછતા કોઇ તેમની પાસે નહિ હોવાના કારણે દુખી નીરાધાર જીવન જીવતા હજારો વૃધ્ધો અનાથોને વૃધ્ધાવસ્થા, એકલવાયું જીવન જીવતા હજારો વૃધ્ધો, અનાથોને તેમજ સીનીયર સીટીજનની રક્ષાબંધન તહેવાર નીમીતે તેમના પણ કોઇ સગા છે કે તેઓ એકલા નથી તેમની સાથે હર હંમેશ પોલીસ છે તેવી ભાવના, ઉમીદ ઉજાગર કરી ‘‘પોલીસ પ્રજાનો મિત્ર’’ સુત્રને સાર્થક જૂનાગઢ જિલ્લા ‘‘સી’’ ટીમ દ્વારા કરવામાં આવેલ. જિલ્લામાં દરેક પોલીસ સ્ટેશન વાઇઝ એક ‘‘સી’’ ટીમની રચના કરવામાં આવેલ છે. આ ‘‘સી’’ ટીમ દ્વારા જિલ્લામાં આવેલ કુલ-૧૮ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વૃધ્ધાશ્રમ, અનાથાલય તેમજ સીનીયર સીટીજન કે જેઓ એકલવાયું જીવન જીવતા હોય કે તેઓની કોઇ દરકાર ન લેતું હોય તેવા વ્યકિત કે જેઓ તેઓ એકલા હોવાના કારણે પોતાને અસમર્થ હોવાની ભાવના સાથે જીવન જીવતા વૃધ્ધો, વડીલો, અનાથોને તેઓ એકલા નથી તેઓની સાથે હંમેશા જૂનાગઢ જિલ્લા પોલીસ ખડે પગે છે. તેવી ભાવના આજરોજ જૂનાગઢ જિલ્લા ‘‘સી’’ ટીમ દ્વારા આપવામાં આવેલ. જૂનાગઢ જિલ્લા સી ટીમ દ્વારા જૂનાગઢ જિલ્લામાં કુલ-૧૦૬૨ લોકોને રક્ષાબંધનના દિવસે રક્ષા કવચ બાંધી તેમની સાથે પોલીસ હરહંમેેશ છે તેવી ભાવના, ઉમીદ ઉજાગર કરવામાં આવેલ હતી.

error: Content is protected !!