જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાનાઓએ વણશોધાયેલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા સુચનાઓ કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાધલ્યાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.કે.ઉંજીયાની સુચનાના આધારે ગુના નિવારણ સ્કોડનો સ્ટાફ મિલ્કત સંબંધી ગુન્હાઓ કરતા ગુન્હેગારોને ચોરીના મુદ્દામાલ શોધી કાઢવાની કામગીરીમાં હતા તે દરમ્યાન સ્ટાફને મળેલ સંયુકત બાતમીના આધારે જૂનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એકસેસ ગાડી ચોરીના ગુનામાં ચોરીની ગાડી મધુરમ મામાદેવના મંદિર પાસે સત્યમ એપાર્ટમેન્ટ પાસે રાખેલ હોય અને ચોરી કરનાર શખ્સ મુન્નાભાઈ ગોવીંદભાઈ બજાણીયા હોવાની ચોકકસ બાતમીના આધારે તુરત બાતમીવાળી જગ્યાએ જઈ ચોરીમાં ગયેલ મોટર સાયકલ તેમજ ચોરી કરનાર આરોપીને સ્થળ ઉપરથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી છે. આ કામગીરી જૂનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.કે.ઉંજીયા તથા પીએસઆઈ આર.વી.આહીરની સુચના મુજબ પોલીસ હેડ કોન્સ્ટેબલ એન.આર.ભેટારીયા, વી.ડી.ડોડીયા, પોલીસ કોન્સ્ટેબલ ચેતનસિંહ જગુભાઈ, દિલીપભાઈ બચુભાઈ, રોહિતભાઈ રામકુભાઈ, મનીષભાઈ કાનજીભાઈ પૃથ્વીરાજ જાેરૂભા નેત્રમ શાખા જૂનાગઢના પીએસઆઈ પી.એચ.મશરૂ, પોલીસ હેડ કોન્સ્ટેબલ રામસિંહભાઈ ડોડીયા, પોલીસ કોન્સ્ટેબલ દેવેનભાઈ સિંધવ સહિતના સ્ટાફે કરેલ છે.