દ્વારકાના શંકરાચાર્યજીના જન્મદિવસની થશે ભવ્ય ઉજવણી

0
મેવાસાના અગ્રણી ચાવડા પરિવાર દ્વારા શુભકામનાઓ પાઠવાઈ 
હિન્દુ સંસ્કૃતિમાં પૂજનીય એવા શંકરાચાર્યજીનું સ્થાન અનન્ય છે, ત્યારે દ્વારકાના શંકરાચાર્ય સદાનંદજી મહારાજના આજે જન્મદિવસ નિમિત્તે તેમના ભક્તો સહિતના ધર્મપ્રેમી લોકોએ તેઓને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે.
       શ્રી દ્વારકા શારદા પિઠાઘીશ્વર જગતગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજનો આજે 65 મો જન્મદિવસ હોય, આ પ્રસંગે ભક્ત પરિવાર દ્વારા તેમના આશિષ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મેવાસા ગામના આહીર અગ્રણી તેમજ દાતા સદગૃહસ્થ મેરગભાઈ કાનાભાઈ ચાવડા તથા દિપકભાઈ ચાવડા પરિવાર દ્વારા પૂજ્ય શંકરાચાર્યજીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. સાથે-સાથે તેમના નિવાસ્થાને આગમનના સંસ્મરણો પણ વાગોળ્યા હતા.
error: Content is protected !!