જૂનાગઢ જીલ્લામાં ઠેર-ઠેર જુગાર દરોડા

0

જૂનાગઢ જીલ્લાના વિવિધ તાલુકામાં પોલીસે જુગારીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરી અને જુગાર રમતા ઝડપી લઈ તેમના સામે ધોરણસરની કાર્યવાહી કરતા જુગારીઓમાં ફફડાટ મચી ગયો હતો. વિવિધ સ્થળોએ પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડા અંગેની કાર્યવાહીની પોલીસે આપેલી વિગત અનુસાર માણાવદર તાલુકાના સણોસરા ગામે મગનભાઈ પરષોતમભાઈ બાથાણીના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા છ શખ્સોને રૂા.૬૪,૧પ૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત સરદારગઢ ગામેથી રસીલાબેન રમેશભાઈ પરમારના રહેણાંક મકાનમાંથી પોલીસે જુગાર અંગે દરોડો પાડી પાંચ શખ્સોને રૂા.૧ર,૭૮૦ની રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત જૂનાગઢ તાલુકા પોલીસે તલીયાધર ગામેથી જુગાર રમતા નવ શખ્સોને રૂા.૭૧,૭૮૦ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે. ત્યારે વંથલીના કણજા ધાર નજીકથી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે રૂા.૧૪૯૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે. શીલ પંથકમાં લાંગડ ગામે જુગાર રમતા આઠ શખ્સોને રૂા.પ૪૩૦ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે. જયારે માળીયા હાટીના પોલીસે પાણીધ્રા ગામે જુગાર અંગે દરોડો પાડી છ શખ્સોને રૂા.૪૮,ર૩૦ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!