જૂનાગઢમાં હયાત વોકળા કેટલાનું પોસ્ટમોટમ : જવાબદારો છટકી જશે કે કાયદાના સંકજામાં આવશે ?

0

નરસિંહ મહેતા સરોવર, સુદર્શન તળાવ વિગેરે તો ખરા જ અને જૂનાગઢમાં પાણીના નિકાલ માટે નવ જેટલા વોકળાઓ પણ કાર્યવત હતા પરંતુ જૂનાગઢનું અહિત કરનારાઓએ ત્યાં ગેરકાયદેસર બિલ્ડીંગો ખડકી દીધી અને ૭૦ વર્ષના ઈતિહાસમાં ન જાેઈ હોય તેવું તારાજીનું તાંડવ ખેલાયું : નરસિંહ મહેતાના બ્યુટીફિકેશનના નામે કદ ઘટાડી નાખ્યું છે ત્યારે તેનું કોઈ ગંભીર પરિણામ તો નહી આવે તેવો લોકોમાં ભય

જૂનાગઢ શહેરમાં પાણીના નિકાલ માટે વિવિધ વિસ્તારોમાં વોકળા આવેલા હતા ખાસ કરીને કાળવાનો વોકળો ઘણા વિસ્તાર સુધી ફેલાયેલો હતો. પરંતુ જૂનાગઢના કહેવાતા ભેજાબાજ અને ગેરકાયદેસર બાંધકામો કરનારાઓએ જવાબદાર તંત્રને સાથે રાખી અને મિલીભગત કરી ષડયંત્ર રચી આવા હયાત વોકળાઓ ઉપર ગેરકાયદેસર બાંધકામો ખડકી દીધા છે. એટલું જ નહી એપાર્ટમેન્ટ અને શોપીંગ સેન્ટરો પણ ખોલી નાખ્યા છે. પાણીના નિકાલ માટેના વોકળા નાના થતા ગયા અથવા તો આ વોકળાનું કદ ઘટાડી નાખવામાં આવતા વારંવાર લોકોએ સહન કરવાનું આવ્યું છે. આ વર્ષે ચોમાસાના આગમન સાથે દુર્વેશનગરમાં જે સ્થિતિ સર્જાણી હતી તે કાળવાના વોકળાના ગેરકાયદેસર દબાણને આભારી છે અને ત્યારબાદ શહેરમાં પુરપ્રકોપ સર્જાણો તે પણ જનતાની સામે છે. મનપાના શાસકો અને પદાધિકારીઓ આટલેથી અટકતા નથી પરંતુ હવે નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફિકેશન કરી આ સરોવરનું કદ ઘટાડી રહ્યા છે ત્યારે આગામી સમયમાં ન કરે નારાયણને અતિ વરસાદ કે અતિ પુર આવે તો જૂનાગઢ શહેર માટે જીવતું જાેખમ છે. ત્યારે આ બાબતે નરસિંહ મહેતા સરોવરમાં તળાવનું કદ જે ઘટાડી દેવામાં આવ્યું છે તે બાબતે પણ ફેરવિચારણા કરવાનો સમય આવી ગયો છે.
જૂનાગઢ શહેરમાં પ્રાથમિક સુવિધાના પ્રશ્ને જનતા પરેશાન છે તો બીજી તરફ તાજેતરમાં અતિવૃષ્ટીને પગલે પુરપ્રકોપની સ્થિતી સર્જાતા તારાજીનું તાંડવ ખેલાયું હતું અને આ જળહોનારત ચોક્કસ પદાધિકારીઓની ચોખી જવાબદારી ફિકસ થતી હોવાની વિગતો લોકોમાં ચર્ચાઈ રહી છે. ઉચ્ચકક્ષાએથી તપાસના આદેશો થયા બાદ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત મનપાના જવાબદાર અધિકારી દ્વારા તાજેતરમાં એક અહેવાલ રજુ કરી અને જૂનાગઢ શહેરમાં કુલ કેટલા વોકળા હતા આજે તેમાંથી કેટલા હાયત છે તેમજ કેટલા તળાવો કે સરોવર જૂનાગઢ શહેરમાં આવેલ હતા તે અંગેનું પણ હકિકત દર્શાવી હોવાનું કહેવાય છે. પરંતુ સાચી હકિકત બહાર આવી નથી. આધારભુત રીતે મળતી વિગત અનુસાર જૂનાગઢ શહેરમાં નરસિંહ મહેતા સરોવર, ભવનાથનો સુદર્શન તળાવ તેમજ ગિરનાર દરવાજા આગળ આવેલું તળાવ સહિતના તળાવો હયાત હતા તેમાંથી બે જેટલા તળાવો આજે જીવંત છે ત્યારે સુદર્શન તળાવ જીવંત નથી તેવા પુરાવાઓ છે. જાેકે સુદર્શન તળાવને હેરીટેજનો દરજ્જાે આપવાની માંગણી ઉઠવા પામી છે. પરંતુ હાલ તો જૂનાગઢ શહેરની જનતાની કરમ કઠણાઈ કહો કે નસીબ આ શહેરના લોકોને પ્રાથમિક સુવિધા પુરતી મળી શકતી નથી અને તેમાં પડયા ઉપર પાટું જેવી સ્થિતિ એ સર્જાણી કે તાજેતરના જલ તાંડવે ભારે તારાજી સર્જી દીધી હતી અને જેને લઈને હાલ મનપા તંત્ર ભડકે બડી રહ્યું છે અને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે પરંતુ ખરેખર તો આ બાબતે જવાબદારો સામે પગલા જ ભરવા હોય તો રાજય સરકાર દ્વારા જૂનાગઢ કોર્પોરેશન જયારથી અસ્તીત્વમાં આવ્યું ત્યારથી શહેરમાં કેટલા વોકળા હતા તેનો સર્વે કરવો જાેઈએ, આ વોકળાઓ ઉપર બાંધકામો થયા છે તે કોની પરમિશનથી થયા છે તે અંગે જવાબદારોના ટાંટીયા ખેંચવા જાેઈએ તેમજ બે થી ત્રણ તળાવો આવેલા હતા તેની હાલની શું પરિસ્થિતિ છે અને આમ થવા પાછળનું શું કારણ છે તે અંગેનું પણ પોસ્ટમોટમ કરવાની જરૂર છે. નરસિંહ મહેતા સરોવરનો પટ્ટો બ્યુટીફિકેશનના નામે ટુંકો કરી નાખવામાં આવેલ છે અને તેના કારણે પણ આ તારાજીનું તાંડવ ખેલાયું હોવાનું કહેવાય છે. તો પોતાના સ્વાર્થ માટે અને જેને રૂપીયા એજ પરમેશ્વર છે તેવા મહાનગરપાલિકાના બેજવાબદાર લોકો સામે કાનુની રાહે પગલા ભરવાની અને કડક સજા થાય તેવી લાગણીને માંગણી ઉઠવા પામી છે. એક તરફ મહાનગરપાલિકામાં અનેક પ્રકારે સખડદખડ ચાલી રહ્યું છે ત્યારે પ્રજાના કહેવાતા સેવકો દ્વારા લોકોને બેજે માર્ગે ચડાવવા માટે હાલ રસ્તાના પ્લાન ઘડી કાઢવામાં આવેલ છે અને રૂા.ર૦ કરોડના ખર્ચે નવા રસ્તાઓની ભેટ આપવા કમર કસી છે. ત્યારે જૂનાગઢની શાણી પ્રજા કોર્પોરેશનના આ ખેલ સામે શાંત બનીને જાેવે છે કે હવે શું થશે ?

error: Content is protected !!