ગુજરાત રાજ્યને જીએસટી હેઠળ માહે ઓગષ્ટ-૨૦૨૩ દરમ્યાન રૂપિયા ૪,૯૩૩ કરોડની આવક થયેલ છે, જે ગત વષના ઓગષ્ટ માસની આવક રૂપિયા ૪,૦૫૪ કરતાં ૨૨% વધુ છે. વર્ષ ૨૦૨૩-૨૪ના પ્રથમ પાંચ માસમાં રાજ્યને જીએસટી હેઠળ કુલ રૂપિયા ૩૫,૮૯૦ કરોડની આવક થયલે છે જે ગત વર્ષના સમાન સમયગાળાની આવક કરતા રૂપિયા ૬,૬૮૬ કરોડ વધુ છે. વધુમાં ઓગષ્ટ ૨૦૨૩ દરમ્યાન રાજ્યને વેટ હેઠળ રૂપિયા ૨,૬૧૫ કરોડની આવક પણ થયેલ છે. આમ, રાજ્યને ઓગષ્ટ-૨૦૨૩ માસ દરમ્યાન જીએસટી અને વેટ હેઠળ કુલ રૂપિયા ૭,૫૪૮ કરોડની આવક થયેલ છે. આમ, ચાલુ નાણાકીય વર્ષમાં ઓગષ્ટ માસ અંતિત રાજ્યને જીએસટી અને વેટ હેઠળ કુલ રૂપિયા ૪૯,૯૬૮ કરોડની આવક થયેલ છે.