જૂનાગઢ તાલુકાના રૂપાવટી ગામના જીગ્નેશભાઈ પરષોતમભાઈ હિરપરા(ઉ.વ.૩૮)એ મહેશભાઈ કેશુભાઈ પરમાર, શૈલેષભાઈ જીવરાજભાઈ પરમાર, વિઠ્ઠલભાઈ ગોકળભાઈ પરમાર, વિપુલભાઈ ગોરધનભાઈ ટાંક, સાગરભાઈ ગોરધનભાઈ ટાંક, અનિકેતભાઈ શૈલેષભાઈ પરમાર, ગોરધનભાઈ ડાયાભાઈ ટાંક વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરીયાદીએ તેમના ગામની ગૌશાળા તેમજ રામમંદીરના હીસાબ બાબતનો વીડીયો બનાવી વાયરલ કરેલ હોય જે બાબતનુ મનદુઃખ રાખી આ કામના આરોપીઓ એકસંપ થઇ ગેરકાયદેસર મંડળી રચી પાઇપ તેમજ લાકડી તેમજ છરી જેવા પ્રાણઘાતક હથીયારો ધારણ કરી ગુનો કરવાના ઇરાદે ફરીયાદીને માલીકીની જમીનમા ગેરકાયદેસર પ્રવેશ કરી ફરીયાદીને જેમફાવે તેમ બોલી પાઇપ તેમજ છરી તેમજ લાકડીઓ તેમજ ઢીકા પાટુનો માર મારી શરીરે ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આરોપીના રોકડા રૂપીયા ૫૦૦૦ તથા વિવો કંપનીનો મોબાઇલ ફોન તથા સોનાની વીંટી નંગ-૧ની લુંટ કરી લઇ જઇ તમામે એકબીજાને મદદગારી કરી આરોપીઓએ જીલ્લા મેજી.ના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા જૂનાગઢ તાલુકા પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢમાંથી ૮૧ બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજાડીયા તથા જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એ. શાહ અને સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહેલ હતું. આ દરમ્યાન ખાનગી રાહે એવી બાતમી મળી હતી કે એક વાદળી કાળા કલરની બજાજ કંપનીની ખુલ્લી રીક્ષામાં મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો કાળવા ચોક થઈ મજેવડી દરવાજા તરફ જવાની છે તેવી હકિકત મળતા વોચ ગોઠવવામાં આવી હતી અને રીક્ષા નંબર જીટીએચ-ર૧૮૮ પસાર થતા તેને અટકાવી અને તપાસ કરતા દારૂની જુદી-જુદી બોટલો મળી ૮૧ નંગ તથા બજાજ કંપનીની રીક્ષા મળી કુલ પર,૪૦૦નો મુદ્દામાલ ઝડપી લેવામાં આવેલ છે. અજય આત્મારામ સોલંકી તથા ધર્મેશ ઉર્ફે ધમો ચંદુભાઈ સોલંકીને ઝડપી લેવામાં આવેલ જયારે હાજર નહી મળી આવેલ ધીરૂ ઉર્ફે ડબી સહિતનાઓ સામે ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ કામગીરીમાં જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એન.એ.શાહ તથા પોલીસ સબ ઈન્સ્પેકટર એમ.કે. મકવાણા તથા ગુના શોધક યુનીટના શાખાના હેડ કોન્સ્ટેબલ ભનુભાઈ કારાભાઈ ઓડેદરા તથા કૈલાસભાઈ નાનજીભાઈ જાેગીયા તથા વનરાજસિંહ બનેસિંહ ચુડાસમા તથા પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ ગોવિંદભાઈ કરંગીયા, જેઠાભાઈ નાથાભાઈ કોડીયાતર, પ્રવિણભાઈ રાણીંગભાઈ બાબરીયા, દિનેશભાઈ રામભાઈ ઝીલડીયા તથા મુકેશભાઈ મગનાભાઈ મકવાણા તથા રવિન્દ્રભાઈ હમીરભાઈ વાંક દ્વારા કરવામાં આવી હતી.
જૂનાગઢ જીલ્લામાં જુગાર અંગે વ્યાપક દરોડા
જૂનાગઢ જીલ્લામાં વિવિધ સ્થળોએ જુગાર અંગે દરોડા પાડી જુગાર રમનારા શખ્સો વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ જીલ્લાના વંથલી તાલુકાના નાંદરખી ગામની સીમમાં શૈલેષ ઉર્ફે જીગાભાઈના કબ્જાભોગવટાના મકાનમાં ચોક્કસ બાતમીના આધારે પોલીસે જુગાર અંગે દરોડો પાડતા નવ શખ્સોને રૂા.૧,૬૬,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે કેશોદ પોલીસે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને રૂા.રરપ૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે. શીલ પોલીસે ચીંગરીયા ગામની મોટી સીમ વિસ્તારમાંથી જુગાર અંગે દરોડો પાડતા અજીતભાઈ માલમભાઈના મકાનમાંથી નવ શખ્સોને કુલ રૂા.૧,ર૮,ર૦૦ના રોકડ મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લેવામાં આવેલ છે. આ ઉપરાંત માળીયા હાટીના પોલીસે અમરાપુર ગામેથી જાહેરમાં જુગાર રમતા એક મહિલા સહિત પાંચને રૂા.૧૩,૬ર૦ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે.