જન્માષ્ટમીના તહેવારોમાં જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ ૭ દિવસ બંધ

0

જૂનાગઢમાં આવેલ માર્કેટીંગ યાર્ડ જન્માષ્ટમીના તહેવારોમાં તા.૪ સપ્ટેમ્બરને સોમવારથી તા.૧૧ સપ્ટેમ્બરને સોમવાર કુલ ૭ દિવસ બંધ રહેશે. ઉપરાંત ૨ સપ્ટેમ્બર શનિવારના રોજ સવારના ૮ વાગ્યાથી તમામ જણસીની આવક બંધ કરવામાં આવશે. આ અંગે માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી દિવ્યેશભાઇ ગજેરાએ જણાવ્યું કે, જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ જન્માષ્ટમીના તહેવાર નિમિતે તા. ૪ સપ્ટેમ્બરને સોમવાર થી તા.૧૧ સપ્ટેમ્બરને સોમવાર સુધી રજા જાહેર કરવામાં આવેલ છે. તેમજ તા.૨ સપ્ટેમ્બરને શનિવારના રોજ સવારના ૮ વાગ્યા પછી તમામ જણસીની આવક બંધ કરવામાં આવશે અને તા.૧૦ સપ્ટેમ્બરને રવિવારના રોજ સવારના ૯ વાગ્યાથી તમામ જણસીની આવક રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. તેમજ ૧૨ સપ્ટેમ્બર મંગળવારથી તમામ હરરાજી કામકાજ તેમજ વેપારી કામકાજ શરૂ કરાશે. તેવી વેપારીઓ અને ખેડૂતોએ નોંધ લેવી.

error: Content is protected !!