જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે આવેલા પારસધામ ખાતે રાષ્ટ્રસંત નમ્રમુની મહારાજ સાહેબના ચાતુર્માસનો કાર્યક્રમ યોજવામાં આવી રહેલ છે. આ ચાતુર્માસ દરમ્યાન જુદા-જુદા કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે અને દેશ-વિદેશના ભાવિકો અન્યન ધર્મલાભ લઈ રહ્યા છે. દરમ્યાન જૈનોના પર્યુષણ શરૂ થઈ રહ્યા છે ત્યારે આ મહાપર્વને સત્કારવા એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુની મહારાજ સાહેબના સાનિધ્યમાં લુક એન્ડ લર્ન જૈન જ્ઞાનધામ જૂનાગઢ દ્વારા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વને આવકારવા તા.૩-૯-ર૦ર૩ આવતીકાલના રવિવારના રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ શોભાયાત્રા જગમાલ ચોક જૂનાગઢથી સવારે ૮ઃ૩૦ વાગ્યાથી શરૂ થશે અને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરશે. તેમજ આ શોભાયાત્રામાં આઠ જેટલા ફલોટસ પણ રાખવામાં આવેલ છે. આ શોભાયાત્રા વિવિધ માર્ગો ઉપરથી ફરી ભવનાથ પારસધામ ખાતે આવશે અને જયાં રાષ્ટ્રસંત નમ્રમુની મહારાજ સાહેબ ત્યાં માંગલીક ઉદબોધન કરશે તેમ યાદીમાં જણાવેલ છે. જૂનાગઢ શહેરના સર્વવિરના વારસદારોને આ શોભાયાત્રામાં જાેડાવવા આમંત્રણ પાઠવવામાં આવેલ છે. જગમાલ ચોક જૈન ઉપાશ્રયથી સવારે ૮ઃ૩૦ વાગ્યે પ.પૂ. કલ્પનાબાઈ મ.સ. આદિઠાણા સાતના આર્શીવાદથી તેમજ ચતુવિંધ સંઘની પ્રેરક હાજરીથી શોભાયાત્રાનો પ્રારંભ થશે. વધુ વિગત માટે કિરીટભાઈ સંઘવી એડકવોકેટ મો.નં.૯૮રપર ૪૮ર૬રનો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવેલ છે.