ભેંસાણ તાલુકાના વાંદરવડ સેવા સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી સહિત ત્રણ સામે ૬,પ૬,૮૮,૪૦૭ની ઉચાપત અંગેની નોંધાઈ ફરિયાદ : ચકચાર

0

ભેંસાણ તાલુકાના વાંદરવડ ગામે બનેલા બનાવમાં વાંદરવડ સેવા સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી સહિતના ત્રણ વ્યકિતઓ સામે રૂા.૬,પ૬,૮૮,૪૦૭ની ઉચાપત અંગેની ફરિયાદ નોંધાતા સહકારી ક્ષેત્રમાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. આ બનાવ અંગે ભેંસાણ પોલીસે આપેલી વિગત અનુસાર અક્ષરધામ સોસાયટી, ભેંસાણ ખાતે રહેતા સચીનભાઈ કપીલભાઈ મહેતાએ ગોવિંદભાઈ ભીખાભાઈ કપુરીયા રહે.વાંદરવડ, કમલેશ બાલાશંકર દવે ઉર્ફે ભરાડ રહે. કૈલાશ પાર્ક, રમેશભાઈ ડાયાભાઈ રામાણી રહે.અર્થ દિપાલી પાર્ક, રણછોડનગર પાછળ, જૂનાગઢ વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના આરોપી નં-૧ વાંદરવડ સેવા સહકારી મંડળી લી.ના પ્રમુખ અને આરોપી નં-૨ મંત્રી અને આરોપી નં-૩ જે-તે વખતના જૂનાગઢ જીલ્લા સહકારી બેંક જૂનાગઢના ભેસાણ બ્રાન્ચના મેનેજર નાઓએ એક બીજા સાથે મળીને ફરીયાદીની બેંક પાસેથી લીઘેલ ઘીરાણ અન્વયે ખેડુત સભાસદોના ખોટા લોન ખાતા ઉભા કરી અને ખોટા સરવૈયા બનાવી રજુ કરી અને ખોટા હિસાબો બનાવી આ હિસાબો ખોટા હોવાનું જાણવા છતા તેને સાચા તરીકે બતાવી ઉપયોગ કરી અને બેંકમા રજુ કરી ખોટા દસ્તાવેજાે બનાવી તે ખોટું હોવાનું જાણાવા છતા તેને સાચા તરીકે બતાવી ઉપયોગ કરી બેંકમાં રજુ કરી વાંદરવડ સેવા સહકારી મંડળી લી.ના રોજબરોજના વહીવટ ઉપર અપ્રમાણીક ઈરાદાથી દેખરેખ ન રાખી તેમજ ગુનાહીત ઈરાદાથી એકબીજાએ આચરેલ ગેરરીતીમાં મદદગારી કરી ગુનાહીત કુત્ય કરી પોતે આચરેલ નાણાકીય ગેરરીતી, અનિયમિતતાને છુપવવાના બદઈરાદાથી ફરીયાદીને દફતર ન આપી દફતર ગેરવલ્લે કરી ઉપર જણાવેલ રેકર્ડ ફરીયાદીને નહી સોંપી અને ફરીયાદીએ આપેલ સુચના તેમજ માહિતી આપવા કરેલ આદેશોનુ જાણીબુજીને પાલન નહી કરી જાણીબુજીને ખોટા પત્રકો બનાવી યોગ્ય હિસાબો નહી નિભાવી પોતાના લાભ માટે ખોટા ઘીરાણો જાણીબુજી મંજુર કરી તેમજ વાંદરવડ સેવા સહકારી મંડળી લી.ના ચોપડા, કાગળ, જામીનગીરી સાથે ચેડા કરી તેમા ફેરફાર કરી અને તેમને છુપાવી કુલ રૂા.૬,૫૬,૮૮,૪૦૭ જેવી માતબર રકમની ઉચાપત કરી ગુન્હો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા ભેંસાણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.કે. સરવૈયા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

error: Content is protected !!