જૂનાગઢ શહેરની દુર્દશાના જવાબદારો સામે કડક પગલા ભરવાની માંગણી જનતા જનરાધનમાં પ્રર્વતી રહી છે અને વારંવાર આ અંગે પ્રજામાંથી ઉગ્ર આક્રોશ પણ જાેવા મળે છે. પ્રજાકીય ફરિયાદો અને આક્રશો જૂનાગઢના સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પત્ર દ્વારા વાંચા આપવામાં આવે છે. ગઈકાલે પણ જૂનાગઢ શહેરના વોકળાઓ અંગેની વ્યથા સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક દ્વારા પ્રગટ કરવામાં આવી હતી તેમજ જૂનાગઢમાં પુરપ્રકોપનો જે દાવાનળ થયો હતો તેના જવાબદારો સામે કાનુની રાહે પગલા ભરવાની માંગણી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકના નિયમિત વાંચક અને જાગૃત મહિલા અગ્રણીએ જૂનાગઢ શહેરના રસ્તાઓ અંગે પણ તીવ્ર પ્રતિક્રિયા આપી છે. વૃધ્ધ નિકેતન સંસ્થાના મંત્રી અને વિવિધ સેવાકીય પ્રવૃતિ કરતા રજનીબેન પુરોહિતે એક યાદીમાં જણાવેલ છે કે, ગઈકાલે સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકમાં વોકળાની વ્યથા વાંચી તેમજ વારંવાર આ પ્રશ્ન ચર્ચાયા કરે છે અને પ્રજાના આ પ્રશ્ને મિડીયા ખુબ જ ચિંતીત છે અને લોકોની ફરિયાદની વાંચા પણ આપી રહેલ છે પરંતુ આ પ્રશ્ને લોકજાગૃતીનો અભાવ લાગે છે તેવું પણ જણાવેલ છે. રજનીબેન પુરોહિતે વધુમાં જણાવેલ છે કે, ફકત વિચારવાથી આ પ્રશ્ન પતે તેમ નથી એટલું જ નહી કદાચ ફરી આવતું ચોમાસું આવી જાય તોય આ શહેરના જવાબદારોને પોતાના ઘરે પાણી નથી આવવાનું એવી ખાત્રી છે એટલે કોઈ નક્કર કામગીરી ઝડપથી થાય એવું દેખાતું નથી. નરસિંહ મહેતા સરોવરને કદરૂપુ બનાવવાની કામગીરી જેટલી ચિવટ છે એટલી જૂનાગઢના રસ્તાની દુર્દશા સુધારવાની કામગીરીની ઉતાવળ નથી. આમ આદમીની વ્યથા માટે જાગૃત નાગરિકોની સમિતિ બને અને તો જ નક્કર પરિણામ આવે તેવું રજનીબેન પુરોહિતે અંતમાં જણાવેલ છે. આ બાબતે જૂનાગઢ શહેરના કહેવાતા જાગૃત લોકોએ યોગ્ય કાર્યવાહી કરે તેવી આપેક્ષા રાખવામાં આવી છે.