જૂનાગઢના ઝાંઝરડા ચોકડી નજીક અજાણ્યા વાહનચાલકે મોટરસાઈકલને હડફેટે લેતા યુવાનનું મૃત્યું : પોલીસ ફરિયાદ

0

જૂનાગઢ ઝાંઝરડા ચોકડી આગળ અજાણ્યા વાહને મોટરસાઈકલને હડફેટે લેતા ચાલકને ઈજાઓ પહોંચતા તેનું મૃત્યું થયાના બનાવ અંગે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢના જાેષીપરા નંદનવન રોડ, બાપાસીતારામ મઢુલીની બાજુમાં રહેતા જયકિસનભાઈ ભાવેશભાઈ ચનીયારા(ઉ.વ.ર૮)એ અજાણ્યા વાહન ચાલક સામે નોંધાયેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરિયાદીનો નાનો ભાઈ ફરિયાદીના ઘરેથી સ્પેલેન્ડર મોટરસાકઈલ નંબર જીજે-૧૧-સીબી-૧૭૩૦ વાળી લઈને નંદનવનથી મધુરમ તરફ ગામમાં ગયેલ હોય તે દરમ્યાન ગત તા.૧-૯-ર૦ર૩ના રોજ કલાક ર૩ના સમયગાળા દરમ્યાન જૂનાગઢ ઝાંઝરડા ચોકડી આગળ ડી માર્ટ મોલ આગળ શોપાન રેસીડેન્સી પાસે પહોંચતા ફરિયાદીના નાના ભાઈને કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન બેફીકરાઈથી ચલાવી અને મોટરસાઈકલને હડફેટે લેતા ફરિયાદીના નાના ભાઈના શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું મોત નીપજાવી અજાણ્યો વાહન ચાલક તેનું વાહન લઈ નાસી છુટયો હોવાની ફરિયાદ ગઈકાલે પોલીસમાં નોંધાવતા બી ડીવીઝન પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢમાં ચૂંટણી અંગેના રાગદ્વેશ રાખી અને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ચાર સામે ફરિયાદ

જૂનાગઢના ગિરનાર દરવાજા નજીક રહેતા મીનાબેન કરમણભાઈ કટારા જાતે.રબારી(ઉ.વ.૪૪)એ તેજસ ઉર્ફે પપ્પુ પરેશભાઈ જાેષી, મૃણાલ ઉર્ફે કાનો પરેશભાઈ જાેષી, તેજસ ઉમેશભાઈ જાેષી, રૂચીકભાઈ રસીકલાલ જાેષી રહે.તમામ ગિરનાર દરવાજા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના આરોપી તેજસ ઉર્ફે પપ્પુના બા આરતીબેન જાેષીને ફરિયાદીના દીયર એભાભાઈ કટારાના જૂનાગઢ મહાનગરપાલિકામાં તેની વોર્ડ પેનલમાં ઉભા રહી ચૂંટણી લડવી હોય પરંતુ એભાભાઈએ તેની પેનલમાં ઉભા રહેવાની ના પાડતા જે રાજકીય બાબતેનો રાગદ્વેશ રાખી ફરિયાદીના ભત્રીજા સંજયને આડેધડ ઢીકાપાટુનો માર મારી ફરિયાદીને તથા સાહેદ રાજેશભાઈ ભારાઈનાઓને રબારાઓને અહીંયા રહેવા દેવા નથી અને જાે રહેશો તો જીવતા નહી રહો તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતીપ્રત્યે હડધુત કરી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવ તા.ર-૯-ર૦ર૩ કલાક ૧૩ના અરશામાં બનેલ છે અને ગઈકાલે ૧૮ કલાકે ગુનો દાખલ થયેલ છે. આ બનાવની વધુ તપાસ એસસી/એસટી સેલના ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિકારી હિતેષ ધાંધલ્યા ચલાવી રહ્યા છે.

error: Content is protected !!