ગુનેગાર અને ગુનાહીત પ્રવૃતિને અસરકારક રીતે ડામી દેવાના ભાગરૂપે જૂનાગઢમાં સીસીટીવી નેટવર્ક મજબુત બનાવવા અભિયાન

0

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા, જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ ઝુંબેશ

જૂનાગઢ શહેર તથા જીલ્લા અને રેન્જ વિસ્તારમાં પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા નેટવર્કને મજબુત બનાવવા સંઘન અભિયાન હાથ ધરવામાં આવેલ છે. ભૂતકાળના સમયમાં તાલીમ પામેલી કાંતા નામની કેળવાયેલી ડોગસ્કવોડની આ શ્વાને અણઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતાની કામગીરી હાથ ધરી હતી અને ડોગસ્કોવડમાં રહેલી કાંતાએ અનેક ગુનાના ભેદ ખોલવામાં પોલીસ તંત્રને ધારી સફળતા અપાવી હતી. આજે ગુનાઓ બનતા અટકે તેમજ આપડું ગામ સલામત ગામ તેમજ સુરક્ષીત જૂનાગઢ એક સલામતી અભિયાન અંતર્ગત એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને જેને સફળ બનાવવા માટે પોલીસ તંત્ર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આજના આધુનિક યુગમાં અદ્યતન ટેકનોલોજીનો વિકાસ થયો છે અને આ ટેકનોલોજીના ઉપયોગને પગલે અનેક પ્રકારની મુશ્કેલી નિવારી શકાય છે. ખાસ કરીને સીસીટીવી જેવા ઉપકરણો ગુનાઓનો ભેદ ઉકેલવામાં ખુબ જ ઉપયોગી થતા હોય છે. સમાજમાં બનતી કોઈપણ ગુનાહિત પ્રવૃતિને ડામી દેવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન અભિયાન તો હાથ ધરવામાં આવતું હોય છે અને સમયાંતરે અનેકવિધ પગલાઓ પણ લેવામાં આવતા હોય છે. અગાઉ કોઈપણ ગંભીર ગુના થયા હોય તો આ ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસ તંત્ર દ્વારા તાલીમ આપેલ શ્વાનની મદદ લેવામાં આવતી હતી અને આજે પણ તેની મદદ લેવામાં આવે છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કાંતા નામની પોલીસની કેળવાયેલી આ શ્વાને અનેક ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને મદદ કરી અને અનડિટેકટ ગુનાઓનો ચપટી વગાડતા ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળતી હતી. આજે આધુનિક યુગ છે અને સીસીટીવી કેમેરા તેમજ ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢ જીલ્લામાં પણ સીસીટીવી નેટવર્ક વધારવા અને જનભાગીદારી ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવેલ છે. સુરક્ષીત જૂનાગઢ એક સલામતી અભિયાન હાથ ધરવામાં આવેલ છે અને જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા અને જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી રહી છે. જૂનાગઢ જીલ્લામાં આવેલા વિવિધ ગામોના સરપંચોને કુલ ૪૮૬ પત્રો લખવામાં આવ્યા છે અને આ અભિયાનમાં સહયોગ આપવા જણાવેલ છે. સીસીટીવી કેમેરા જે તે સ્થળોએ ફરજીયાત લગાડવા અંગેની માર્ગદર્શીકા પણ દોરી કાઢવામાં આવી છે અને જે અંગે જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. સીસીટીવી નેટવર્ક વધારવાના ભાગરૂપે સઘન અભિયાન હાથ ધરવામાં આવેલ છે. તો આ સાથે જ સીસીટીવી જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે તેવું પણ ઠરાવવામાં આવેલ છે. જૂનાગઢ શહેર તેમજ જીલ્લામાં અને રેન્જ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબુત બનાવવા અનેક પગલા લેવામાં આવી રહ્યા છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયાની સુચના તથા જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી ઉચ્ચ કાર્યવાહીની પ્રજાના તમામ વર્ગોમાંથી આવકારવામાં આવી રહેલ છે. એટલું જ નહી ઉચ્ચ કક્ષાએ પણ તેની નોંધી લેવામાં આવી રહી છે. આ દરમ્યાન જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા અને જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જીલ્લામાં અસામાજીક પ્રવૃતિ અટકાવવા તેમજ ગુનાઓ નિવારવા, ગુનોઓ શોધવા તેમજ ઈન્વેસ્ટીગેશનમાં અત્યંત ઉપયોગી એવા સીસીટીવી કેમેરાનું નેટવર્ક વધારવા કાર્યવાહી હાથ ધરી છે અને એક દરખાસ્ત તૈયાર કરી જીલ્લા કલેકટર તરફ મોકલવામાં આવેલ અને આ જાહેરનામું જીલ્લા કલેકટર દ્વારા પણ મંજુરી આપવામાં આવી છે અને તેની અમલવારી શરૂ કરવામાં આવી છે. સુરક્ષીત જૂનાગઢ એક સલામતી અભિયાન અંતર્ગત આ જાહેરનામા અંતર્ગત જે કામગીરી કરવાની છે તેમાં એક દ્રષ્ટીપાત કરીએ તો જૂનાગઢ જીલ્લામાં આવેલ તમામ હોટલ, ખાણીપીણી લોજ, ફાસ્ટફુડની દુકાન, ધાબા, ગેસ્ટહાઉસ, લોજીંગ-બોર્ડીંગ, ધર્મશાળા, અતિથી ગૃહો, વિશ્રામ ગૃહો, રિસોર્ટ, ફાર્મહાઉસ, કોર્મશીયલ એકમો, ઔદ્યોગિક એકમો, જીઆઈડીસી, પેટ્રોલપંપ, સીએનજી પંપ, ગેસ એજન્સી, બેંકો, એટીએમ સેન્ટર, સિનેમા ઘર, શોપીંગ મોલ, ટોલ પ્લાજા, જવેર્લસ, આંગડીયા પેઢી, સાયબર કાફે, કારખાના, શોરૂમ, જાહેર બાગ બગીચા, ટયુશન કલાસીસ, યુનિવર્સિટી, શાળા, કોલેજાે, સમાજની વાડી, ચર્ચ, મંદિર, મસ્જીદ, મદ્રેસા, એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર પાર્ક, રોપવે, સોની વેપારીની દુકાનો, મોટી સંખ્યામાં માણસો ભેગા થતા હોય તેવા મેળા જેવા સ્થળોએ એન્ટ્રી-એકઝીટ પોઈન્ટ તથા પાર્કિંગના સ્થળોએ તથા જે તે જગ્યાના મહત્વના સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા ફરજીયાત રહેશે તેમજ તેનું રેકોર્ડીંગ દિન-૩૦ માટે સાચવવાનું રહેશે. સીએનજી કે પેટ્રોલપંપના માલીક/સંચાલકોએ સીએનજી પંપ/પેટ્રોલપંપનો સમગ્ર વિસ્તાર આવરી લે તેમજ પેટ્રોલ, ડીઝલ, સીએનજી ફીલીંગ સ્ટેશન ઉપર વાહન આવે ત્યારે આવા વાહનના નંબર તેમજ ચાલક સ્પષ્ટ રીતે કેમેરામાં કેદ થઈ શકે તે રીતે સીસીટીવી કેમેરા(નાઈટ વિઝન તથા હાઈ ડેફીનેશનના) રેકોર્ડીંગ સિસ્ટમ સાથે પુરતી સંખ્યામાં રાખવાના રહેશે. ઘણાખરા કેસોમાં ગુનેગારો સીસીટીવી કેમેરા/ડીવીઆર તોડી નાખતા હોય છે જેથી સીસીટીવી રેકોર્ડીંગ એકસેસ કરવું મુશ્કેલ બને છે/શકય બનતું નથી. આથી આવું ન બને તે હેતુસર ડીવીઆર સિસ્ટમને કોઈ નુકશાની ન થઈ શકે તે રીતે આવી સિસ્ટમ કેમેરાથી અલગ જગ્યાએ લોકરમાં સુરક્ષીત જગ્યાએ રાખવાની રહેશે તેમજ સીસીટીવી કેમેરાઓમાં ભારતીય માનક સમયાનુસાર ચોક્કસ સમય સેટ કરવાનો રહેશે. સીસીટીવી જાહેરનામા ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. આ ઝુંબેશના ભાગરૂપે જીલ્લાના તમામ સરપંચઓને ગામની સલામતી માટે પત્રો લખી અમલ કરવામાં આવેલ છે. જેમાં જીલ્લામાં કુલ ૪૮૬ પત્રો લખી પત્ર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તથા કોમર્શિયલ એકમો, શૈક્ષણિક સંસ્થાઓ, પેટ્રોલપંપ વિ.ને કેમેરા વધુ લગાવવા આ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવે છે અને આ અભિયાનમાં લોકોએ પુરતો સહયોગ આપી અને આ અભિયાનને સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે.

error: Content is protected !!