Saturday, September 23

ખંભાળિયા લાયન્સ ક્લબ દ્વારા બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવાયા

0

ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબના ઉપક્રમે તાજેતરમાં અહીંના જલારામ મંદિર ખાતે બાળકોને આયુર્વેદિક અને આરોગ્ય વર્ધક એવા સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. ખંભાળિયા વિસ્તારના બાળકોને દર મહિને પુષ્ય નક્ષત્રમાં સુવર્ણ પ્રાસનના ટીપા પીવડાવવાના યોજવામાં આવતા આ કેમ્પમાં રવિવારે ૧૨૦ જેટલા બાળકોને આ ડ્રોપ્સ આપવામાં આવ્યા હતા. જે માટે સંસ્થાના પ્રમુખ નિમિષાબેન નકુમ, સેક્રેટરી હાડાભા જામ તથા ટ્રેઝરર ચંદાબેન મોદી તથા તત્કાલીન પ્રમુખ વિનુભાઈ બરછા (ઘી વારા) એ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે સંસ્થાના પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ધિરેનભાઈ બદિયાણી તેમજ દાતા સદગૃહસ્થ ચંદ્રેશભાઇ શ્રીમાનકર (યુ.કે.) એ ખાસ મુલાકાત લઇ અને સંસ્થાની સેવા પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

error: Content is protected !!