ભારતના વડાપ્રધાન અને વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીનો આવતીકાલ તા.૧૭ સપ્ટેમ્બરના રવિવારના રોજ જન્મદિવસ હોય સોમનાથ મહાદેવ મંદિરે વિશેષ મહાપૂજા, માર્કન્ડેય પૂજા, રૂદ્રાભિષેક સાથે પૂજા કરી તેમના આરોગ્ય અને દીર્ઘાયુષ્ય માટે સોમનાથ મંદિર ટ્રસ્ટ સ્થાનિક રીતે મનાવશે અને ટ્રસ્ટ પરિવાર તરફથી તેમને શુભેચ્છા આપવામાં આવશે. સાંજે દિવ્ય શણગાર પણ યોજાય તેવી શકયતા છે.