જૂનાગઢમાં શીંદે પરિવાર દ્વારા શ્રી ગણેશ મહોત્સવનું આયોજન

0

છેલ્લા ૩૪ વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરનારા શીંદે પરિવાર દ્વારા આ વર્ષે પણ ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે અને શ્રી ગણેશ મહોત્સવનું આયોજન કરેલ છે. ચિતાખાના ચોક, જનતા દળના ડેલામાં આ ઉત્સવ ઉજવવામાં આવશે. શ્રી ગણેશજીનું સ્થાપન તા.૧૯-૯-ર૦ર૩ મંગળવારે સવારે ૧૧ કલાકે કરવામાં આવશે. સવારે ૯ઃ૩૦ કલાકે અને સાંજે ૮ કલાકે આરતીનો કાર્યક્રમ યોજાશે. જયારે તા.ર૩-૯-ર૦ર૩ શનિવારે સાંજે ૪ કલાકે શ્રી ગણેશ મહોત્સવની પુર્ણાહુતી થશે. શીંદે પરિવાર દ્વારા આયોજીત શ્રી ગણેશ મહોત્સવની જૂનાગઢ જાણીતા ડો. ડી.પી. ચીખલીયા, સરસ્વતી સ્કૂલના પ્રદિપભાઈ ખીમાણી, આલ્ફા હાઈસ્કૂલના જી.પી. કાઠી, નોબલ સ્કૂલના કે.ડી. પંડયા તેમજ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકના તંત્રી અભિજીત ઉપાધ્યાય દ્વારા સહયોગ આપવામાં આવી રહ્યો છે. શ્રી ગણેશ મહોત્સવની ઉજવણીનો સૌ ધર્મપ્રેમી જનતાને લાભ લેવા નિમંત્રણ પાઠવેલ છે. શંકરરાવ પી. શીંદે, અનિલભાઈ એલ. શીંદે, એડવોકેટ-નોટરી સુનિલ એલ. શીંદે, રાજેશભાઈ શીંદે, પ્રદિપભાઈ શીંદે અને કપીલભાઈ શીંદે તેમજ શીંદે પરિવાર દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવમાં આવી રહી છે.

error: Content is protected !!