જૂનાગઢ : ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ

0

જૂનાગઢની નામદાર કોર્ટએ નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટના ગુન્હામાં ચેક આપનારને એક વર્ષની સજા ફટકારવામાં આવી છે. ઉપરાંત ફરિયાદીને ચેકની રકમ રૂપિયા ૭ લાખ વળતર પેટે ચુકવવા આદેશ કરવામાં આવ્યો છે. આ અંગે મળતી વિગત અનુસાર જૂનાગઢના રહે. વિનોદભાઇ નાથાભાઇ કાથરોટીયા પાસેથી આ કામના આરોપી કાંતીલાલ રામજીભાઇ નાદપરા રહે. જૂનાગઢ વાળાએ સંબંધના દાવે હાથ ઉછીના વેપાર ધંધાના કામ માટે રૂપિયા ૭,૦૦,૦૦૦ લીધેલા હતા. આ રકમ ચૂકવવા માટે આરોપી કાંતીલાલને ફરિયાદી વિનોદભાઇને રૂપિયા ૭ લાખનો ચેક આપેલો તે ચેક ફરિયાદીઓએ તેમના બેંકના ખાતામાં જમા કરાવતા ચેક બાઉન્સ થયેલો. જેની નેગોશીએબલ ઇન્સ્ટ્રમેન્ટ એકટની કલમ મુજબ ફરિયાદી વિનોદભાઇએ આરોપી કાંતીલાલ રામજીભાઇ નાદપરા સામે જૂનાગઢ કોર્ટ સમક્ષ કરેલ. આરોપી હાજર ન રહેતા જૂનાગઢ કોર્ટ કેસ એકતરફી પુરાવો લઇ ચલાવી, ફરિયાદીપક્ષની દલીલો સાંભળી આરોપીને એક વર્ષની સાદી કેસ અને રૂપિયા ૫૦૦૦ દંડ ફટકારેલ છે અને જાે દંડ ન ભરે તો ૩ માસ વધારાની સજા તેમજ વિનોદભાઇ ૭ લાખ વળતર પેટે ચુકવવા હુકમ કરેલ. આ કામમાં ફરિયાદીના તરફે એડવોકેટ શશીકાન્ત બોરીચાંગર હતા.

error: Content is protected !!