જૂનાગઢ સહિત જીલ્લામાં ગઈકાલે જુગારની બદી સામે પોલીસે ઘોસ બોલાવી અને ઠેર-ઠેર જુગાર અંગે દરોડા પાડયા હતા અને જુગાર રમતી મહિલાઓ સહિત અનેક જુગારીઓને ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. દરમ્યાન જૂનાગઢ શહેર અને જીલ્લામાં વિવિધ સ્થળોએ પોલીસે પાડેલા જુગાર દરોડા ઉપર એક નજર નાખીએ તો સી ડીવીઝન પોલીસે ગઈકાલે ટીંબાવાડી, તીરૂમાલા કોમ્પ્લેક્ષ નીચે, પાર્કિંગમાં જાહેરમાં જુગાર રમતી ૧૧ મહિલાઓને રૂા.૧૩,૬૭૦ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત ત્રણ સ્થળોએ જુગાર દરોડા પડાયા છે. જેમાં બી ડીવીઝન પોલીસે જાેષીપરા, માધવ એપાર્ટમેન્ટી પાછળ, ગણેશનગર, ચામુંડા ફલોર મીલ પાસે સ્ટ્રીટલાઈટના અજવાળે જુગાર રમતા નવ શખ્સોને રૂા.૧૦,૪૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે બી ડીવીઝન પોલીસે કાળવા ચોક, લીબટી ગલી જાહેરમાં રોડ ઉપર વરલી મટકાના જુગાર અંગે હિરેન ઈશ્વરભાઈ પંડયાને રૂા.૯ર૦ની રોકડ સહિત પ૯ર૦ના મુદ્દામાલ સાથે વરલી મટકાના જુગાર અંગે ઝડપી લીધેલ છે. જયારે બી ડીવીઝન પોલીસે કાળવા ચોક લીબટી ગલી જાહેરમાં વરલીના મટકાના જુગાર અંગે હનીફ સીદીકભાઈ સોઢાને રોકડ રૂા.ર૭૧૦ મળી કુલ રૂા.પ૯ર૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. આ ઉપરાંત જૂનાગઢ જીલ્લા વિવિધ સ્થળોએ પાડવામાં આવેલા જુગાર દરોડામાં કેશોદ તાલુકાના મેસવાણ ગામે વાડી વિસ્તારમાં આવેલ રાકેશભાઈ વસરામભાઈ હીંગરાજીયાની કબ્જા ભોગવટાની ઓરડીમાં જુગાર અંગે દરોડો પાડતા આઠ શખ્સનોે કુલ રૂા.૪૮,૧૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે કેશોદ પોલીસે અમૃતનગર મેઈન રોડ, ઘનશ્યામ એપાર્ટમેન્ટ, બ્લોક નં-૧ર અબ્દુલભાઈ કાસમભાઈ અબડાના રહેણાંક મકાને જુગાર અંગે દરોડા પાડતા છ શખ્સોને કુલ રૂા.ર૮,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. આ ઉપરાંત કેશોદ તાલુકાના શેરગઢ ગામે પોલીસે જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા આઠ શખ્સોને રૂા.૪૩,૪૧૦ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે. જયારે મેંદરડા પોલીસે નાગલપુર ગામની ભાલીયા સીમમાં ઓઝત નદીના કાંઠે જાહેરમાં જુગાર રમતા ૧૧ શખ્સોને રૂા.૧૮,૦૪૦ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે. જયારે વિસાવદર પોલીસે જાંબુડી ગામથી જાનવડલા સીમ તરફ જતા રસ્તા ઉપરથી જાહેરમાં જુગાર રમતા નવ શખ્સોને કુલ રૂા.ર,૪૯,૪૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે વંથલી પોલીસે નવાગામની વીડી સીમમાં વસંતભાઈ જેન્તીલાલના કબ્જાભોગવટાની વાડીએ ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે વંથલી પોલીસે જુગાર અંગે દરોડો પાડતા સાત શખ્સોને કુલ રૂા.૧,૩પ,ર૬૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. આ ઉપરાંત માણાવદર તાલુકાના ભીંડોરા ગામેથી જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને પોલીસે કુલ રૂા.૧૧,ર૩૦ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે માંગરોળ મરીન પોલીસે શીલબારા નજીક એક પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા ૧૩ મહિલા સહિત ૧૯ને કુલ રૂા.૪ર,૩૬૦ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ સામે જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.