તા.૧૭/૦૯/૨૦૨૩ ને રવિવારે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાન સેવક નરેન્દ્રભાઈ મોદીના ૭૩ મા જન્મ દિવસ નિમીતે પુરા દેશ ભરમાં ૧૫ ઓક્ટોબર સુધી “સ્વચ્છતા હી સેવા ” ના કાયૅક્રમો થવાના છે ત્યારે ડો.વેજાભાઈ એમ.ચાંડેરા કન્વીનર જૂનાગઢ જિલ્લા ભાજપ શિક્ષક સેલ અને શ્રી બક્ષીપંચ કુમાર છાત્રાલય લોએજ તા.માંગરોળના છાત્રો દ્વારા શ્રીમતી વી.એમ.ચાંડેરા આટૅસ,કોમસૅ,સાયન્સ એન્ડ ગૃપ ઓફ કોલેજીસ કેમ્પસમાં વૃક્ષારોપણ અને સફાઈ કરવામાં આવી અને છાત્રોમાં નાનપણ થી જ સ્વચછતાના ગુણો પોતાના જીવનમાં ઉતરે તે માટે છાત્રોને સંસ્થાના પ્રમુખ ડો.વેજાભાઈ એમ.ચાંડેરાએ માહિતી આપી અને અંતમાં તમામ છાત્રોને આઈસ્ક્રીમ ખવડાવીને માનનીય મોદી સાહેબના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી.આ કાયૅક્રમમાં જિલ્લા અધ્યક્ષ ભારતીય કિસાન સંઘ ગોવિંદભાઈ ચોચા, અરજનભાઈ નંદાણિયા કિસાન સંઘ મંત્રી, ગોવિંદભાઈ નંદાણિયા સી.આર.સી. આંત્રોલી, વરજાંગભાઈ ચાંડેરા,ગોકુલ ગૃપના રાજુભાઈ નંદાણિયા, દિપકભાઈ એરડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા