જૂનાગઢમાં ગંધ્રપવાડા વિસ્તારમાં આવેલ હાટકેશ્વર મહાદેવ મંદિરે હાટકેશ યુવક મંડળ દ્વારા વાજતે ગાજતે ‘હાટકેશ કા રાજા ‘ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ચાર દિવસીય ગણેશ મહોત્સવ ઉજવણી અંતર્ગત હાટકેશ્વર મહાદેવ મંદિર પટાંગણમાં સુંદરકાંડ ના પાઠ, સત્યનારાયણ ભગવાનની કથા, ભજન કીર્તન સહિતના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે જેનો તમામ ધર્મપ્રેમી ભાવિકોએ લાભ લેવા હાટકેશ યુવક મંડળના ઉમેદ સિંહ સોલંકી એ યાદીમાં જણાવ્યું છે.