જૂનાગઢમાં ગણપતિ ઉત્સવની ઉત્સાહમય ઉજવણી – ઠેર ઠેર પુજન સહિતના કાર્યક્રમ યોજાયા

0

ગઈકાલે ગણેશચતુર્થીના પાવનકારી દિવસથી જ ગણપતિ ઉત્સવનો શુભારંભ થયો છે. અને વાજતે ગાજતે વિઘ્નહર્તા દેવનું સ્થાપન કરવામાં આવેલ છે. વરસાદ હોવા છતાં પણ વિવિધ સોસાયટીઓમાં તેમજ રહેણાંક વિસ્તારોમાં મંડપો ઉભા કરીને ભગવાન ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. અને પુજન-અર્ચન, આરતી જેવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
આજે પુર્ણ રીતે ઉઘાડ થયો છે ત્યારે ગણપતિ ઉત્સવની ઉજવણી પણ લોકો ભારે ઉત્સાહમય વાતાવરણમાં કરી શકશે. ગઈકાલે ગણેશ ચતુર્થીના દિવસે અનેક સ્થળો અને પંડાલોમાં વાજતે ગાજતે ગણપતિ દાદાની પધરામણી કરી તેનું વિધીવત સ્થાપન કરવામાં આવેલ. જેમાં ભાવિકો મોટી સંખ્યામાં જાેડાયા હતા. ગણપતિ બાપા મોરયાના નાદ સર્વત્ર ગુંજી ઉઠયા છે.

error: Content is protected !!