જૂનાગઢ કેશવ ક્રેડિટ સોસાયટીના મુખ્યમંત્રીનો બોગસ લેટર બનાવ્યો : કેશવ ક્રેડિટ સોસાયટીના જવાબદારોએ કૌભાંડમાં સરદર્દ બનેલા અરજદારને બ્લેક લિસ્ટ કરવાનો પ્રયાસ કરાતાં પોલીસ ફરિયાદ

0

આખો મામલો જવાબદાર સરકારી અધિકારી સામે સ્પષ્ટ થતા તેમણે પણ ક્રેડિટ સોસાયટીના જવાબદારો સામે પગલાં લેવા પોલીસને પત્ર લખ્યો : પોલીસને ઉચ્ચ કક્ષાએથી તપાસના આદેશ થતા કેશવ ક્રેડિટના એમડી નરેન્દ્ર ભૂત તથા ફાઉન્ડેશન ચેરમેન વિનુ બરચિયાની પોલીસ દ્વારા પૂછપરછ : કેશવ ક્રેડિટ દ્વારા સોસાયટીનું કૌભાંડ બહાર ન આવે તેવા ઇરાદે માહિતી નહીં આપવા માટે મુખ્યમંત્રી કાર્યાલયના બોગસ લેટરપેડનો દુરૂપયોગ કર્યાની પણ ફરિયાદ : ચકચાર

જૂનાગઢ સ્થિત કેશવ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા નાના અને ગરીબ માણસો પાસે ૫૦૦ ટકા ઉપર વ્યાજ વસૂલ કરવા બાબતની કેટલીક ફરિયાદ ઉઠતા જૂનાગઢના જાગૃતિ નાગરિક વિરલ જાેટવા દ્વારા કેશવ ક્રેડિટ સોસાયટીના વાર્ષિક અહેવાલો તેમજ કેટલીક જરૂરી જિલ્લા રજીસ્ટર પાસેથી માહિતી માંગેલી, જેમાં કેટલીક માહિતી જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી તરફથી આપવામાં આવેલી હતી અને બાકી રહેતી માહિતી માટે જિલ્લા રજીસ્ટર દ્વારા જરૂરી માહિતી પૂરી પાડવા માટે કેશવ ક્રેડિટને આદેશ કર્યો હતો. આ માહિતી એટલી બધી ગંભીર હતી કે જાે માહિતી આપવામાં આવે તો કેશવ ક્રેડિટ દ્વારા કરવામાં આવતું કૌભાંડ અને કેશવ ક્રેડિટની મોટા પ્રમાણમાં ક્ષતિઓ બહાર આવે તેવી સંભાવનાઓ હોય આથી કેશવ ક્રેડિટના મેનેજિંગ ડાયરેક્ટર નરેન્દ્ર ભૂત દ્વારા જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી જૂનાગઢને એવો પત્ર લખવામાં આવ્યો હતો કે સરકાર તરફથી અરજદાર વિરલ જાેટવા અલગ-અલગ કચેરીઓમાં ઇ્‌ૈં કરે છે અને સરકારી અધિકારીઓ અને સરકારી ઓફિસોને પરેશાન કરે છે અને આથી ગુજરાત સરકારે વિરલ જાેટવા અને અન્ય એક્ટિવિસ્ટોને બ્લેક લિસ્ટ કરેલ છે અને સરકારના આ પત્રની નકલ આ સાથે સામેલ છે, આવું જણાવી અને માહિતી આપી શકાય નહીં તેવું જણાવેલું હતું. તેમની સાથે મુખ્યમંત્રી કાર્યાલયનો એક પત્ર પણ જાેડેલ હતો આ પત્રના આધારે જિલ્લા રજીસ્ટ્રારના જાહેર માહિતી અધિકારી દ્વારા અરજદારને એવું કહેવામાં આવેલું કે મુખ્યમંત્રીના કાર્યાલય તરફથી અરજદારને બ્લેક લિસ્ટ જાહેર કરેલ હોય જેથી માહિતી આપી શકાય નહીં. આ પત્ર મળતા જ અરજદાર વિરલ જાેટવા દ્વારા મુખ્યમંત્રી કાર્યાલયમાં તપાસ કરતા આવો કોઈ પણ પત્ર મુખ્યમંત્રી તરફથી આદેશ થયેલ ન હોય, અને મુખ્યમંત્રી કચેરીના લેટરપેડ નો દુરુપયોગ કરી અને બોગસ અને બનાવટી લેટર પેડનો દૂર ઉપયોગ કરી અને કેશવ ક્રેડિટના જવાબદાર નરેન્દ્ર ભૂત તથા ફાઇન્ડર ચેરમેન વિનુ બરોચિયા દ્વારા મિલાપીપણું કરી અને કેશવ ક્રેડિટ સોસાયટીનું કૌભાંડ બહાર ન આવે તેવા બદ ઇરાદે આ બોગસ અને બનાવટી લેટર તૈયાર કરેલ હોય તે બાબતની ફોજદારી ફરિયાદ જૂનાગઢના જાગૃત નાગરિક વિરલ જાેટવા એ પોલીસને કરતા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તરફથી જૂનાગઢ ડીઆઇજી તથા એસપીના કેસમાં તપાસ કરવાનો આદેશ આપેલો હતો તેમ જ ગૃહ વિભાગ ગાંધીનગર તરફથી આ સમગ્ર કેસની ગંભીરતાપૂર્વક નોંધ લઈ તપાસ કરવા આદેશ થતા જૂનાગઢ કેશવ ક્રેડિટના નરેન્દ્ર ભૂત તથા વિનુ બરચિયાની સામે પોલીસ વિભાગમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હોય તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. આખરે સોસાયટી સાથે સંકળાયેલા અમુક અંગત સૂત્રો એવું પણ જણાવી રહ્યા છે કે ટૂંક સમયમાં આ મામલે ગંભીર કહી શકાય તેવી નવાજૂનીના એંધાણ હાલ વર્તાઈ રહ્યા છે.
રોકાણકારોના હિતમાં આખા મામલે પારદર્શક તપાસ થશે તો કેટલાયને રેલો આવશે
મુખ્યમંત્રીના બોગસ લેટર પેડનો પર્દાફાશ થતા જ રોકાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે, જૂનાગઢમાં અનેક ક્રેડિટ સોસાયટીના ઉઠામણા થયા છે અને જ્યારે મુખ્યમંત્રી કક્ષાના બોગસ લેટરપેડનો ઉપયોગ કરવામાં આવતો હોય તો આ સોસાયટી દ્વારા અન્ય કેટલા કૌભાંડ થતા હશે, તેવું લોકોમાં ચર્ચા થઈ રહેલ છે. ઘણા લોકોની મરણમુડી આ કેશવ ક્રેડિટ સોસાયટીમાં થાપણ તરીકે પડેલ છે તેવા સંજાેગોમાં રાજ્યના મુખ્યમંત્રી કક્ષાના બોગસ લેટરપેડનો દૂર ઉપયોગ થયેલ હોય તો તે ખૂબ ગંભીર બાબત ગણાય અને આના માટે રોકાણકારો માટે આવી સોસાયટીના હિસાબો ખાસ ચેક કરવા જાેઈએ તેવી બેન્કિંગ ક્ષેત્રના જાણકાર સુત્રોમાં ચાલી રહી છે.

error: Content is protected !!