રાજુલાની યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર આરોપીનો નિર્દોષ છુટકારો

0

આરોપી તરફે વકીલ ભાવેશભાઈ આર. સીંધવની દલીલો નામદાર કોર્ટએ ગ્રાહ્ય રાખી

રાજુલાની યુવતીને લગ્નની લાલચ આપીને તેનાં ઘરે ભગાડી જઈ અલગ-અલગ જગ્યાએ બળજબરીથી શરીર સંબંધ બાંધી મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજાર્યોનો ગુન્હો આરોપી જાવિદ ઉર્ફ અજય સદરૂભાઈ જાેખીયા સામે રાજુલા સ્ટેશનમાં સને ૨૦૨૦માં આઈપીસી કલમ ૩૭૬ મુજબ ફરિયાદ નોંધવામાં આવેલ હતી. આ કામે આરોપીની ધરપકડ થયેલ અને જેલ હવાલે કરવામાં આવેલ પોલીસ તપાસ બાદ તપાસ કરનાર અમલદારે આરોપી સામે રાજુલા કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલ અને આરોપી સામે ચાર્જ ફ્રેમ થતાં આરોપી સામેનો કેસ ચાલવા ઉપર આવતા ફરીયાદપક્ષે સાહેદોમાં ભોગ બનનાર તેમના દાદી, મેડીકલ ઓફીસર તથા પોલીસ અમલદારને સરકાર પક્ષે કોર્ટમાં તપાસવામાં આવેલ સાહેદોની આરોપી તરફે ભાવેશ આર. સિંધવ(ભરવાડ) દ્વારા ઉલટ તપાસ કરવામાં આવેલ અને પુરાવો પુરો થયા બાદ ફરીયાદી તથા આરોપી તરફે દલીલો થયેલ આરોપી તરફે દલીલને માન્ય રાખી કોર્ટે આરોપીને છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો. આ કામમાં આરોપી તરફે ભાવેશભાઈ આર. સિંધવ(ભરવાડ) વકીલ તરીકે રોકાયેલ હતા.

error: Content is protected !!