ઉના : ચોરાઉ મોટરસાઈકલ સાથે આરોપી ઝડપાયો

0

જૂનાગઢ રેન્જ હે પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા ગીર-સોમનાથ તથા મદદનીશ પોલીસ અધિક્ષક જીતેન્દ્ર અગ્રવાલ સાહેબ ઉના ડિવીઝન-ઉના તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર. ખેંગાર ઈન્ચાર્જ ઉના ડિવીઝન ઉનાનાઓના માર્ગદર્શન હેઠળ ઉના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એન.કે.ગોસ્વામી સાહેબના માર્ગદર્શન તથા સુચના મુજબ સર્વલન્સ સ્કોડના પો.સબ.ઈન્સ સી.બી.જાડેજા તથા એ.એસ.આઇ ધર્મેન્દ્રસિંહ માનસિંહ પરમાર તથા પ્રદિપસિંહ હરિસિંહ રાયજાદા તથા પો.હેડ કોન્સ અભેસીંગભાઇ ભવાનભાઇ ચૌહાણ તથા રાહુલભાઈ નારણભાઈ છેલાણા તથા કૌશિકસિંહ અરશીભાઇ વાળા તથા વિજયભાઇ હાજાભાઇ રામ તથા નલીનભાઈ બાલાભાઈ સોલંકી તથા કનુભાઇ નાજાભાઇ વાઢેર એ રીતેના પો.સ્ટાફના માણસો ઉના પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ગરાળ ગામના પાટીયા પાસે આવતા સાથેના એ.એસ.આઇ પ્રદિપસિંહ હરીસિંહ તથા પો.કોન્સ.કનુભાઇ નાજાભાઇ વાઢેર તથા વિજયભાઇ હાજાભાઇ નાઓને બાતમી રાહે હકીકત મળેલ કે ઉમેજ ગામના પાટીયા પાસે એક ઇસમ ચોરીયાવ બજાજ કંપનીનું સી.ટી૧૦૦ મો.સા. લઇને ઉભેલ છે તેવી હકીકત મળતાં તુરંત હકીકત વાળી જગ્યાએ આવતા મજકુર ઇસમનું નામ-ઠામ પુછતાં પોતે પોતાનું નામ સોહીલભાઇ ઇકબાલભાઇ નાયા મુસ્લીમ ઉ.વ.૧૯ ધંધો-મજુરી રહે,મોટીમોલી કે જાગતશા પીરની દરગાહ પાસે તા.ઉના જી.ગીર સોમનાથવાળો હોવાનું જણાવતો હોય અને મજકુર પાસેની મો.સા બજાજ કંપનીનું બ્લેક બ્લુ કલરનું સી.ટી ૧૦૦ જેના રજી.નં- જીજે-૦૪-ડીએચ-૬૧૯૨ કિ.રૂા.૩૦૦૦૦/-ના આર.ટી.ઓ.ના કાગળો માગતા પોતાની પાસે નહી હોવાનું જણાવતા હોય અને આ મો.સા.ની વધુ પુછ-પરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય અને ફરતું-ફરતું બોલતો હોય જેથી મો.સા.ના કાગળો પોતાના પાસે ન હોય અને આ મો.સા. પોતાએ પાલીતાણા તાલુકાના થોરાળી ગામ પાસે આવેલ ચા-પાણીની દુકાન પાસેથી ચોરી છુપીથી લઇ આવેલનું જણાવતો હોય જેથી મજકુર ઈરામ મો.સા. સાથે મળી આવતા સીઆરપીસી કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી મજકુર ઈસમને સીઆરપીસી કલમ-૪૧(૧)ડી મુજબ અટક કરવામાં આવેલ છે.

error: Content is protected !!