જૂનાગઢ : દીપગગન એપાર્ટમેન્ટમાં ગણપતિ ઉત્સવની ઉજવણી

0

જૂનાગઢ શહેરના નેહરૂ પાર્ક સોસાયટીમાં આવેલ દીપ ગગન એપાર્ટમેન્ટ પાંચમાં માળમાં રહેતા ચિરાગભાઈ લહેરૂને ત્યાં ગત વર્ષની જેમ આ વખતે પણ શ્રી ગણપતી દાદાનું આગમન તા.૧૯ થી ૨૧ સુધી ત્રણ દિવસ કરાયેલ છે. તેમાં ઈકો ફ્રેડલી શ્રી ગણપતી બાપાનું બહુ જ સુંદર સ્વરૂપનું ચંદ્રયાન-૩ સાથે સ્થાપન કરવામાં આવેલું છે. તેમજ રોજ સવાર-સાંજ આરતી, સત્યનારાયણની કથા, મહા આરતીનું આયોજન રાખેલા છે. તો સર્વેને દર્શનનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવેલ છે. ગણપતિ દાદા સર્વેને આશીર્વાદ અર્પણ કરે તેવી પ્રાર્થના કરવામાં આવી છે.

error: Content is protected !!